Gujarat
ટમેટા, આદુ પછી હવે લસણના ભાવ આસમાને ૩૦ રૂા.ના ભાવ વધીને ૧૨૦ થી ૧૫૦ રૂા. કિલો

દેવરાજ
- મધ્યમ વર્ગનું મોંઘવારીના કારણે બજેટ ખોરવાઇ રહ્યું છે : લીલા શાકભાજી ઉપરાંત દાળ, કઠોળ, તેલના ભાવ ઉપર અંકુશ જરૂરી
મોંઘવારી ઉપર સરકારનો જાણે કોઈ અંકુશ ન હોય એવી પરિસ્થિતિ એ મધ્યમવર્ગનું બજેટ ખોરવી દીધું છે. ફુગાવો કાબૂમાં હોવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ઘરમાં ભોજન માટે જરૂરી એવા શાકભાજીમાં રોજિંદા વપરાશમાં ટમેટા, આદુ મોંઘા થયા બાદ હવે લસણના ભાવ વધ્યા છે.
૩૦ રૂ. મળતું લસણ અત્યારે ૧૨૦ થી ૧૩૦ રૂ. કિલો ઉપર પહોંચ્યું છે. જોકે, દાળ અને કઠોળ પણ મોંઘા છે. આ બધા વચ્ચે હવે તેલના ભાવ પણ વધી રહ્યા છે. મધ્યમવર્ગ માટે અત્યારે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની રહ્યા છે. સરકાર ભાવ વધારો અંકુશમાં લાવે તો લોકોને રાહત થાય.