Connect with us

Gujarat

કોરોના બાદ યુવાવર્ગમાં હાર્ટ એટેક વધ્યા : સરકારનો સ્વીકાર

Published

on

After Corona, heart attacks increased among the youth: Government's admission

કુવાડીયા

  • કારણો ચકાસવા ICMR દ્વારા ત્રણ જુદા-જુદા અભ્યાસ ચાલુ હોવાનો આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનો સંસદમાં જવાબ

કોરોના સંક્રમણ બાદ યુવાનોના અચાનક મોતના કિસ્સા સતત પ્રકાશમાં આવતા રહે છે. અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ. સ્વાસ્થયમંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કાર્ડિયાક અરેસ્ટથી યુવાનોના મોતના કિસ્સાઓમાં અચાનક વધારો થયો છે. જો કે તેના કારણો શું છે, તેની પૃષ્ટિ માટે હજી સુધી કોઇ જ પુરાવા નથી. તેમણે કહ્યું કે, આ અંગે આઇસીએમઆર દ્વારા ત્રણ અલગ અલગ સ્ટડી કરાવવામાં આવી રહ્યા છે. તેના દ્વારા માહિતી મેળવવામાં પ્રયાસ કરવામાં આવશે કે, આખરે કાર્ડિયાક અરેસ્ટના વધતા કેસનું કારણ શું છે. લોકસભામાં એક સવાલના જવાબમાં સ્વાસ્થય મંત્રીએ કહ્યું કે, દેશની 40 હોસ્પિટલોને રિસર્ચ સેન્ટરોમાં 18 થી 45 વર્ષની ઉંમરના લોકોના અચાનક મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

After Corona, heart attacks increased among the youth: Government's admission

આ ઉપરાંત કોવિડ 19 ક્લીનિકલ રજિસ્ટ્રી હોસ્પિટલમાં પણ આવા કેસ પર અભ્યાસ ચાલી રહ્યો છે. તેના પરથી માહિતી મેળવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે કે, શું 18 થી 45 વર્ષની ઉંમરમાં લોકો પર વૈક્સીનની કંઇ આડ અસર થઇ છે? બીજી તરફ સ્ટડી વર્ચુઅલ અને ફિઝિકલ અટોપ્સી દ્વારા થઇ રહ્યું છે. તેમાં કોઇ બિમારી વગર જ અચાનક થનારા મોતની માહિતી મેળવવામાં આવી રહી છે. તેના કારણ શોધવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્વાસ્થય મંત્રીએ કહ્યું કે, હૃદય રોગ સંબંધિત સમસ્યાઓ માટે સરકાર પ્રિવેંશન એન્ડ કંટ્રોલ ઓફ નોન કમ્યુનિકેબલ ડિસીઝ માટે નેશનલ પ્રોગ્રામ હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મદદ કરશે. આ પ્રોગ્રામ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા, માનવ સંસાધન તૈયાર કરવી, હેલ્થ પ્રમોશન, લોકોની સ્ક્રિનિંગ કરવી, આયુષ્માન ભારત હેલ્થ વેલનેસ સેન્ટરોની સ્થાપના જેવા પ્રયાસોનો સમાવેસ થાય છે. તે ઉપરાંત 724 જિલ્લાઓમાં નોન કમ્યુનિકેબલ ડિસીઝ ક્લીનિક્સ, 210 જિલ્લામાં કાર્ડિઆક કેર યૂનિટ્સ અને 326 જિલ્લામાં ડે કેર સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે.

Continue Reading
Advertisement
error: Content is protected !!