Sihor
એ દુનિયા કે રખવાલે : શિવ કે સિતારે આયોજિત સુરીલી સફરમાં શ્રોતાઓ ઝુમ્યા

પવાર
સિહોર ખાતે યોજાઈ અભુતપુર્વ સંગીત સંધ્યા : બ્લેક એન્ડ વ્હાઇટનો યુગથી આજ સુધી લોકોના હ્ય્દયમાં સમાયેલા ગીતોનો ખજાનો ખુલ્યો ; મુકેશ જાની, હિતેશ ત્રિવેદી, સહીતના કલાકારોએ રફી મુકેશકુમાર, કિશોરકુમારનાં ગીતો જીવંત કર્યા, દિગ્ગજ કલાકારોએ જુના ગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા સિહોરવાસીઓના દિલમાં વસી ગયા હતા
ગઇરાત્રે સિહોર ખાતે યોજાયેલ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડયા હતા શિવ કે સિતારે આયોજિત સુરીલી સફરમાં મહાનુભાવોએ આ કાર્યક્રમ મોડે સુધી માણ્યો હતો સિહોર ખાતે આયોજિત જુના ગીતોનો કાર્યક્રમમાં મુખ્ય કલાકાર મુકેશ જાની, હિતેશ ત્રિવેદી, મનોજ ભટ્ટ, ભરત શુક્લ, ભરત ત્રિવેદી, ત્રિલોક મહેતા, અક્ષય ભટ્ટ સહિતના કલાકારોએ વિવિધ ગીતો જેવા કે, અય મેરી જોહરાજબી, ઓ બસંતી પવન રે પાગલ, યે રાત યે ચાંદની ફિર કહાં
, તેરી મહેફિલમે કિસ્મત, ઝુમતા મૌસમ મસ્ત મહિના, અજીબ દસ્તા યે હે કહાં શુરૂ ખાં ખતમ, મહેમા જો હમારા હોતા હે વોહ જાણ સે પ્યારા હોતા હે, અફસાના લીખ રહી હું દિલ એ બેકરાર કા, કભી કભી મેરે દિલ મે ખયાલ આતા હે, એક પ્યાર કા નગમા હે મોજો કી રવાની હે, તથા નુરજહાં નું યાદગીર ગીત આવાઝ દે કહાં દુનિયા મેરી જવાં હે, વિગેરે જેવા જુના ગીતોની રમઝટ બોલાવી હતી જુના યાદગાર ગીતો રજુ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમનું સંચાલન એન્કર તારક પાઠકેએ સુમધુર ભાષામાં કરી લોકોનાં દીલ જીતી લીધા હતા. અહીં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને મોડે સુધી માણ્યો હતો