Sihor
સિહોર શહેર કે પંથકમાં ફૂટપાથ પર અડધી રાત્રે ડો પ્રશાંત આસ્તિક અને ટીમે ઠંડીથી ધ્રુજતા ગરીબોને કર્યું ધાબળા વિતરણ

પવાર
સિહોર લાયન્સ કલબ દ્વારા ભુખ્યાને અન્ન, રોગીષ્ટોને મફતમાં સારવાર તો પાય જ છે સાથો સાથ આ સંસ્થા સમાજસેવા કરવા પ્રેરવા છેલ્લા ઘણા સમયથી પરિણામલક્ષી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને જનસેવા એજ પ્રભુસેવાનું સૂત્ર સાકાર કરવા પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે આ ધાબળા વિતરણ સાથે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સિહોર જાયન્ટસ ગ્રુપ અને ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી દ્વારા હાડ થીજાવતી ઠંડીમાં ઠુઠવાતા જરૂરિયાતમંદો માટે રાત્રે ઓઢવા ધાબળા તેમજ રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી, સિહોર લાયન્સ કલબ દ્વારા આજે આર્થિક પછાત પરિવારને રાશન કીટ તથા ઇન્ડીયન રેડકોસ સોસાયટી તરફ થી મળેલ ધાબળા નુ વિતરણ જરૂરિયાત મંદ પરિવાર ને કરવામા આવ્યુ હતું આ પ્રસંગે ગરીબોની સેવા માટે સદૈવ તત્પર રહેતા ડો.પ્રશાંત બી.આસ્તિક તથા કાજાવદર ના આગેવાન ભાવેશ આસ્તિક જોડાયા હતા.