Sihor
સિહોર નજીક આવેલ ભોજપરા ગામે આધેડનો રખડતા ઢોરે લીધો જીવ

મુકેશ જોષી
- વધુ એક માનવ જિંદગી રખડતા ઢોરના કારણે હોમાઈ ગઈ
- રખડતા ઢોરના કારણે ક્યાં સુધી માનવ જિંદગી હણાતી રહેશે, ભોજપરા ગામે રખડતા ઢોરના કારણે આધેડનું મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું
સિહોર નજીકના ખોડીયાર મંદિર પાસે આવેલા ભોજપરા ગામમાં રહેતા આધેડ કાંતિભાઈ પરસોત્તમભાઈ ખેરાળા ઉમર 51 વર્ષને ખુટીએ ઢીક મારતા સારવાર દરમિયાન મોત થયું છે, આખા ગુજરાતમાં રખડતા ઢોરનો બેહદ ત્રાસ છે. લોકો રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તામાં બાખડતા અને શહેરોની ગલીઓમાં આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઇ રહ્યા છે. ત્યાં જ જો કોઇ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે.
ત્યાં જ ક્યારેક તો આ રખડતી રંજાડ કોઇને જીવ પણ લઇ લે છે, ભોજપરના કાંતિભાઈ રોજિંદા પ્રમાણે તા.01.01.2023ના નોકરી ઉપરથી આવી રહ્યા હોય તે દરમિયાન ગામના પાદરમાં પહોંચતા બે આખલાનું યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન અચાનક પાછળથી આખલો આવી અને કાંતિભાઈ ને અડફેટે લીધા ઉપરાંત આખલા દ્વારા કાંતિભાઈ ની ઉપર માથાના ભાગે તથા પગના ભાગે વાર કરેલ જેને લઇ તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં જ્યાં તેઓનું સારવાર દરમિયાન તા.04.01.23 નામૃત્યુ થયેલ કાંતિભાઈ ને સંતાનમાં એક દીકરો અને એક દીકરી જ્યારે કાંતિભાઈ મજૂરી કામ કરતા હોય દીકરો છે
જે હીરા ઘસતો હોય પરિસ્થિતિ ઘરની નબળી હોય ત્યારે અચાનક આવું મૃત્યુ થતા ઘર પર આભતૂટી પડેલ ત્યારે પોતાના દીકરા ઉપર જવાબદારી આવી જાતા દીકરા દ્વારા સરકાર પાસેથી સહાયની અપેક્ષા રાખતા હોય ઉપરાંત આજ સુધી કોઈ અધિકારી એ મુલાકાત પણ નથી લીધેલ કે કોઈ સહાય નથી મળી ગરીબ પરિવારના ઘર પર આપ તૂટી પડ્યું છે પરિવાર શોકમાં ગરકાવ થયો છે