Sihor
ડમ્પરને “ધ બર્નિંગ ડમ્પર” બનતું અટકાવતા સાહસી ભરતભાઇ ક્લાર્ક
પવાર
- સિહોરના વળાવડ ફાટક પાસે ડમ્પરને આગ લાગતા સ્કુલના સાહસીક ક્લાર્ક દ્વારા આગ ને પાણી મારો ચલાવી ઓલવી
સિહોરના ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ગરીબશાપીરના રેલ્વે ફાટક પાસે સવારના એક ડમ્પરમાં એકાએક આગ લાગી હતી. જે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલાં સિહોરની શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ સ્કુલ માં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સાહસીક ભરતભાઈ જોટાણાએ તાત્કાલિક સ્થાનિકોના સહકાર સાથે તમામ ને જાણ કરી પાણીની વ્યવસ્થા કરી
આગ ઓલવી ને વાહન ને મોટા નુકશાન માંથી બચાવેલ તેમજ ભરતભાઈ જોટાણાની સમય સૂચકતા સાથે વહેલી સવારે આગ ને લઈ કોઈ મોટી દુર્ઘટના “બર્નિંગડમ્પર” થાય તે પહેલાં સરાહનીય કામગીરી બદલ ભરતભાઈ જોટાણા સહિત અન્યનો આભાર વ્યક્ત કર્યો હતો