Sihor
વ્યસન એ જીવનનું કલંક, વ્યસન થકી પોતાનું અહીત ના કરવું : પૂજ્ય કણીરામબાપુની ટકોર

પવાર
સિહોર ખાતે આલ પરિવાર આયોજિત પૂજ્ય કણીરામ બાપુની ઉપસ્થિતિમાં 33મોં જ્યોત પાઠ ઉજવાયો, બાપુના ભવ્ય રીતે સામૈયા થયા, સિહોર ભક્તિના રંગે રંગાયું
સિહોર ખાતે આલ પરિવાર દ્વારા દુધરેજધામ વડવાળા સંત શિરોમણી શ્રી પ.પુ કણીરામ બાપુની ઉપસ્થિતિમાં 33મો જ્યોત પાઠ ભવ્ય રીતે ઉજવાયો છે કણીરામબાપુએ વ્યસનમુકિત સંદર્ભે વાત કરી ટકોર કરતા જણાવેલ કે,વ્યસન જીવનનું કલંક છે અને વ્યસન થકી પોતાનું અહીત ન કરવું જોઇએ. વધુમાં સંબોધતા બાપુએ જણાવ્યુ હતુ કે સાધકની જીંદગી એવી હોવી જોઇએ કે કોઇને નડે (બાધક બને) નહી તેવી હોવી જોઇએ, આત્મધન લુંટાઇ ના જાય તે માટે વ્યસનમુકત જીવન હોવુ જરૂરી છે.
તંદુરસ્ત રહેવુ એ પણ ધન છે, તંદુરસ્તી જોખમાય તેવા વ્યસનો શરીર માટે અને કુટુંબ/પરીવાર માટે હાનીકારક હોય છે. બાપુએ લોકોને વ્સનમુકત સમાજની રચનામાં યોગદાન આપવા હિમાયત કરી હતી., બાપુએ વધુમાં જણાવ્યુ કે વ્યસન હોય તો ભજન અને ભકિતનું હોવુ જોઇએ…નહી કે હાનીકારક પદાર્થોનું સેવન, આમ બાપુએ વ્યસન પર જબરદસ્ત ટકોર કરી હતી સિહોરના સામાજીક કાર્યકર અને ઉદ્યોગપતિ તેમજ રબારી સમાજના અગ્રણી એવા ગોપાલભાઈ આલ પરિવાર દ્વારા તેમના નિવાસસ્થાને 33મો આસ્થા સાથે જ્યોત પાઠ ઉજવાયો હતો જેમાં વિશ્વમાં જેઓ નું સંત શિરોમણી તરીકે પૂજાય છે .
એવા દુધરેજધામ ના પ.પૂ ૧૦૦૮ શ્રી કણીરામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં ગોપાલભાઈ આલના નિવાસસ્થાને થી ટાઉન હોલ સુધી બાપુ શ્રી કણીરામ બાપુ નું ભવ્ય રીતે દીકરીઓ દ્વારા સામૈયા કરવામાં આવેલ આ પ્રસંગે માલધારી સમાજ ના આગેવાનો, મહાનુભાવો, સમાજના અગ્રણીઓ,અધિકારીઓ પદાધિકારીઓ ,ભાઈઓ બહેનો માતાઓ તેમજ યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.