Sihor
સિંહપુર નો બાહુબલી – જીગર મનમાં હોવી જોઈએ શરીરમાં નહિ

પવાર
સિહોરના વડલા ચોકે યુદ્ધએ ચડેલા બે આંખલાને છુટા પાડવા બાહુબલી કુદી પડ્યો – આખલા ઉભી પૂંછડીએ ભાગ્યા
ખડતલ અને મજબૂત શરીર હોય એ જ પહેલવાન હોઈ તે જરૂરી નથી હોતું એ ગઈકાલે સિહોરના વડલા ચોકના એક દ્રશ્ય એ સાબિત કરી બતાવ્યું. આને કહેવાય સાચો બાહુબલી. હા સિહોર વડલા ચોક ખાતે ગત સમી સાંજે દુધરેજ વાળા વડવાળા ધામના સંત શિરોમણી કણીરામબાપુ સિહોર ખાતે પધાર્યા હતા તે દરમિયાન ત્યારે વાજતે ગાજતે સામૈયા અને બાપુ ના ગુણગાન માં રબારી સમાજ મશગુલ હતા ત્યારે વડલા ચોક ખાતે બે આખલાઓનું યુદ્ધ થયું હતું .
પરંતુ એક સામાન્ય દુબળો પાતળો,જે લઘર વઘર દેખાતો સુકલકડી કાયા નો પણ જબરજસ્ત હિંમત સાથે આ આખલા યુદ્ધ ની વચ્ચે જઈ બન્ને આખલા ઓને હાંકી કાઢયા હતા પણ આખલા ઓ પણ આ બાહુબલી સામે લડવા ને બદલે ઉભી પૂછડિયે પૂછડું વાળી ને ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના ને પોતાના કેમેરામાં અમારા પ્રતિનિધિ હરીશભાઈ પવાર દ્વારા આ તસ્વીર ને સેકન્ડના ભાગમાં ઝડપી લીધી હતી. આપને સૌ એ ફિલ્મ માં બાહુબલી ફિલ્મ માં સ્ટંટ કરતા હીરો કે કલાકાર ને જોયા હશે પરંતુ આ દ્રશ્ય હકીકત ઓરીજનલ છે અને આ વ્યક્તિ સાચો હીરો અને બાહુબલી કહેવાય.