Sihor
સિહોરના નેસડા નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત ; બે વ્યક્તિને ઇજા

ડાયાભાઈ ડાભી (ઘાંઘળી)
આજે સવારની ઘટના, મહુવા ભાવનગર કૃષ્ણનગર એસટી બસને નડ્યો અકસ્માત, સિહોરના નેસડા નજીકનો બનાવ, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા
આજકાલ હાઇવે ઉપર અકસ્માત ની ઘટનાઓ વધી રહી છે. એક દિવસ પણ હાઇવે રકતરંજીત થયા વગર રહેતો નથી. ત્યારે સિહોરના નેસડા નજીક પસાર થઈ રહેલી મહુવા ભાવનગર કૃષ્ણ નગર એસ ટી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બાઇક એસ.ટી બસ સાથે અથડાતા બાઇક ચાલક સવાર બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. બને ઇજાગ્રસ્ત બાઇક સવાર ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.