Connect with us

Sihor

સિહોર સહિત જિલ્લામાં 10 જેટલા કંટ્રોલરૂમ શરૂ કરાયા

Published

on

About 10 control rooms were started in the district including Sihore

પવાર

ચોમાસા દરમિયાન સરકારી તંત્ર વધુ એલર્ટ, કંટ્રોલરૂમ 24 કલાક શરૂ રહેશે

જૂન માસ શરૂ થતા જ કંટ્રોલરૂમ સરકારી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે જિલ્લામાં 10 જેટલા કંટ્રોલરૂમ હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેની જવાબદારી નાયબ મામલતદારોને સોંપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, ગારીયાધાર, ઉમરાળા, વલભીપુર અને સિહોર વગેરે તાલુકા મથકમાં ફ્લડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે, ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા ફ્લડ કંટ્રોલ રૂમની કામગીરી માટે 12 જેટલા નાયબ મામલતદારના ઓર્ડર કર્યા છે, કંટ્રોલરૂમમાં પીવાના પાણીની, સફાઈ, ડ્રેનેજ, લાઈટ અંગેની, ઝાડ પડી જવાની અંગેની તથા કુદરતી આપત્તિ સંબંધે અન્ય કોઈ ફરિયાદો હોય તો ફ્લડ કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવાની રહે છે.

About 10 control rooms were started in the district including Sihore

કંટ્રોલ રૂમ 24 કલાક શરૂ રહેશે. ભાવનગર જિલ્લા કલેકટર ફ્લડ કંટ્રોલરૂમની કામગીરી માટે નાયબ મામલતદારના ઓર્ડર કર્યા છે, જે ચોમાસાને લગતી કોઈપણ ફરિયાદો લોકો ફ્લડ કંટ્રોલ રૂમમાં કરી શકે છે, અને આ કંટ્રોલ રૂમ 24 કલાક શરૂ રહેશે.કંટ્રોલરૂમમાં ફરિયાદ આવ્યા બાદ જે તે જવાબદાર અધિકારી કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવતી હોય છે.ચોમાસા દરમિયાન સરકારી તંત્ર એ વધુ એલર્ટ રહેવું પડતું હોય છે.

Advertisement
error: Content is protected !!