Vartej
વરતેજ પોલીસ સ્ટેશન નજીક યુવકે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

બરફવાળા
નારી ગામના પરણીત યુવાનએ મોડી રાત્રીના વરતેજ પોલીસ મથક નજીક સળગી જઇ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, ઘટના પતિ પત્નીના ઘરકંકાસનું કારણ
ગુજરાતમાં સામાન્ય રીતે પરણિત મહિલાઓ પર સાસરિયા અને પતિ દ્વારા માનસીક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના બનાવો સામે આવતા હોય છે. પરંતું વરતેજના નારી ગામે એક વિપરીત કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પરણીત પુરુષે પત્નીના ત્રાસથી પોલીસ સ્ટેશનમાં જઈને વરતેજ પોલીસ સ્ટેશન નજીક શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપ દીધી હતી. નારી ગામના વતની જીતેશ રાઠોડે મોડી રાત્રીના સમયે વરતેજ પોલીસ મથકે જઈને શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમનો બચાવ કરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જીતેશે તેની પત્નીના ઘરકંકાસને લઈને મોડી રાત્રીના સમયે વરતેજ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો પ્રહાસ કર્યો હતો. આ અંગે DySP સીંધલે જણાવ્યું હતું કે, વરતેજ પોલીસ સ્ટેશન સામેના રોડ પર આ બનાવ બન્યો હતો. જેમાં નારી ગામના 35 વર્ષીય જીતેશે ઘરકંકાસથી કંટાળીને શરીર પર પેટ્રોલ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસકર્મી દ્વારા ધાબળા અને ફાયર એક્સ્ટિંગ્યુસર છાટીને બચાવી લેવામાં આવ્યા હતા. હાલમાં જીતેશભાઈ ભાવનગરની સરટી હોસ્પિટલમાં બર્ન વિભાગમાં દાખલ છે.