Sihor
સિહોરના રેલવે ફાટક પાસે આવેલ મહાગૌતમેશ્વર નગરમાં એક યુવક પાણીના ટાંકામાં લપસતા થયુ મોત – પરિવારમાં અરેરાટી
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૧૦ કલાકે સહયોગી હરેશ પવાર સિહોરની સરકારી હોસ્પિટલ ખાતેથી એક કરુણ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના અમદાવાદ રેલવે ફાટક પાસે આવેલ મહાગૌતમેશ્વર નગર વિસ્તારમાં એક યુવક પાણીના ટાંકામાં લપસીને પડી જવાથી મોત થયું છે.
પવાર વધુમાં જણાવે છે કે મહાગૌતમેશ્વર નગરમાં રહેતા કિશનભાઈ જોષીનો પુત્ર કાર્તિક આશરે ઉ.૨૨ જે તેઓના ઘર પાસે નવી દુકાનો બનાવે છે જય રાત્રીના સમયે પાણીનો છટકાવ કરી રહ્યો હતો તે વેળાએ કમનસીબે કાર્તિકનો પગ પાણીના ટાંકામાં લપસી જતા પરિવાર અને આસપાસ રહીશો એકઠા થઇ કાર્તિકને પાણીના ટાંકા માંથી બહાર કાઢી ૧૦૮ મારફત સિહોરના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે કાર્તિકને મૃત જાહેર કરતા પરિવાર ઘેરો શોક વ્યાપી ગયો છે. કાર્તિકના પિતા શિક્ષક હતા મૂળ ધંધુકાના ભીમનાથ ગામના રહેવાસી હોવાનું પવારે કહ્યું હતું.