Connect with us

Sihor

સિહોરમાં સામાન્ય મુદ્દે રત્નકલાકાર યુવાન તથા તેના પરિવાર પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

Published

on

A young jeweler and his family were attacked and threatened with death on a general issue in Sihore

પવાર

સિહોર શહેરમાં રહેતા એક રત્નકલાકાર યુવાનના પુત્ર સાથે એક શખ્સે પોતાની બાઈક અથડાવી ઈજા પહોંચાડી ફરિયાદી ના ઘરે આવી હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત પરીવારને ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર બાદ યુવાને હુમલાખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર શહેરમાં આવેલી સ્વસ્તિક સોસાયટી પ્લોટનં-2 માં રહેતા રત્નકલાકાર યુવાન વિનોદ મનજી ઢાપા ઉ.વ.39 નો પુત્ર યશપાલ ગતરોજ ઘરેથી પગપાળા ચાલતા ઘરની વસ્તુ લેવા જઈ રહ્યો હતો.

A young jeweler and his family were attacked and threatened with death on a general issue in Sihore

તે વેળાએ સહદેવ નામનાં શખ્સના ભત્રીજા એ યશપાલ સાથે પોતાની બાઈક અથડાવી યશપાલ ને ઈજા પહોંચાડી ધોલ-થપાટ કરતાં યશપાલે તેના પિતા વિનોદને બોલાવતા વિનોદ ટાણા ચોકડીએ ગયા હતા, જયાં આરોપીઓથી પોતાના પુત્રને છોડાવી ઘરે લાવ્યાં હતાં દરમ્યાન સહદેવનો ભત્રીજો તથા નિલેશ વાણીયા નામનો શખ્સ અને અજાણ્યા શખ્સોએ વિનોદના ઘરમાં ઘૂસી પરીવાર પર હથિયાર વડે હુમલો કરી ઢીકાપાટુનો મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યાં હતાં, બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર બાદ વિનોદે આરોપીઓ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!