Bhavnagar
ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ

કુવાડિયા
નવા પ્રવેશ મેળવેલ વિધાર્થીની માટે રેગીંગ નહિ કેર ટેકિંગના અભિગમથી સિનીયર વિધાર્થીનીઓ દ્વારા જુનિયર વિધાર્થીનીઓને આવકાર અપાયો
ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ., બી.કોમ. માં નવા પ્રવેશ મેળવેલ વિધાર્થીનીઓ માટે વેલકમ પાર્ટી યોજવામાં આવી હતી. આજના આ આધુનિક બદલાતા જતા યુગમાં શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે અને સાથો સાથ અમુક જગ્યા ઉપર વિધાર્થીઓ ઉપર રેગીંગ પણ કરવામાં આવે છે અને તેને કારણે અસંખ્ય વિધાર્થીઓએ પોતાનો અભ્યાસ પણ છોડી દીધાના અનેક કિસ્સાઓ જોવા મળે છે.
નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર માં અભ્યાસ કરતી એસ.વાય. અને ટી.વાય. ની વિધાર્થીની એ એક નવી પહેલ દ્વારા આ વર્ષે નવા પ્રવેશ મેળવેલ વિધાર્થીનીઓ માટે વેલકમ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું છે. રેગીંગ નહિ કેર ટેકિંગ ના અભિગમ સાથે કોલેજમાં અભ્યાસ કરતી એસ.વાય. અને ટી.વાય. ની સિનીયર વિધાર્થીનીઓ દ્વારા નવા પ્રવેશ મેળવેલ વિધાર્થીનીઓ ને આવકારવા માટે આ વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ વેલકમ પાર્ટી યોજવામાં આવી હતી. રેગીંગ નહિ કેર ટેકિંગ દ્વારા નવા પ્રવેશ મેળવેલ વિધાર્થીનીઓ માટે વેલકમ પાર્ટી યોજવમ આવી હતી.
ત્યારબાદ ડી.જે. ડાન્સ પાર્ટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં જાણીતા પત્રકાર શ્રી તારકભાઈ શાહ અને ભાવનગરના જાણીતા શિક્ષણવિદ શ્રી સંજયભાઈ ઠાર ઉપસ્થિત રહ્યા હતા.