Bhavnagar
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીનું ભાવનગર એરપોર્ટ પર ભાવપૂર્ણ સ્વાગત
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી ભાવનગર ખાતે વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર ગૃહરાજ્યમંત્રીશ્રીએ પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીનું સ્વાગત કરવાં માટે ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષશ્રી મુકેશભાઇ લંગાળિયા, શહેર ભા.જ.પા. અધ્યક્ષશ્રી ડો. રાજીવભાઇ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
-સુનિલ પટેલ