Connect with us

Bhavnagar

ભાવનગર ખાતે યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો

Published

on

a-program-of-distribution-of-appointment-letters-and-apprenticeship-contracts-to-the-youth
  • રાજ્ય સરકારે યુવાનોને કૌશલ્યવાન બનાવવાં સાથે રોજગારની તકો પણ પૂરી પાડી છે- શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી

સમગ્ર રાજ્યમાં આજે યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણના કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત ભાવનગરમાં આ અંગેનો કાર્યક્રમ શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં મોતીબાગ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યોજાયો હતો.

a-program-of-distribution-of-appointment-letters-and-apprenticeship-contracts-to-the-youth

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આઇ.ટી.આઇ., પોલિટેક્નિક કોલેજો દ્વારા યુવાઓને કૌશલ્યવાન બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ માટે રાજ્યના દરેકે દરેક તાલુકામાં આઇ.ટી.આઇ. ની સ્થાપના કરવામાં આવી છે અને ઉદ્યોગોને સાનુકૂળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

a-program-of-distribution-of-appointment-letters-and-apprenticeship-contracts-to-the-youth

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, માત્ર તાલીમ આપવી તેટલું જ નહીં પરંતુ રોજગાર મેળાના માધ્યમથી તેમને રોજગારીના અવસરો પણ પ્રદાન કર્યા છે. આ માટે સમયે- સમયે રોજગાર મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે.યુવાનોમાં પડેલી ક્ષમતાને ઓળખીને સ્થાનિક ઉદ્યોગને અનુકૂળ માનવબળ તૈયાર કરીને સ્થાનિક સ્તર પર જ તેમને રોજગાર મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યાં છે. તેમની આ કુશળતાથી સમાજને ફાયદો થવાનો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

a-program-of-distribution-of-appointment-letters-and-apprenticeship-contracts-to-the-youth

આઇ.ટી.આઇ.માં ઓછા માર્કે પણ પ્રવેશ મળે તે માટે ગયાં વર્ષે ગ્રેસીંગ આપવાનો નિર્ણય શિક્ષણ વિભાગે નિર્ણય કરીને તમામને તક મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. અંદર પડેલી ક્ષમતા પોતીકી અને આગવી હોય છે પરંતુ તેને નીખાર આપવાનું કાર્ય રાજ્ય સરકારે આઇ.ટી.આઇ. જેવી સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકારે કર્યું છે.

a-program-of-distribution-of-appointment-letters-and-apprenticeship-contracts-to-the-youth

અત્યારે ગુજરાતમાં ઉદ્યોગોનો નોંધપાત્ર વિકાસ થયો છે તેથી રોજગારના અવસરો પણ વધ્યાં છે પરંતુ તેને ઝડપવાં માટે આપણે કૌશલ્યવાન બનવું જરૂરી છે. પ્લમ્બર, ફીટર, વેલ્ડર વગર કોઇને ચાલવાનું નથી. ત્યારે આ કામ નાનું છે તેવી માનસિકતા છોડવાં તેમણે યુવાનોને શીખ આપી હતી.

a-program-of-distribution-of-appointment-letters-and-apprenticeship-contracts-to-the-youth

આજે અનેક નવી તકોનું સર્જન થઇ રહ્યું છે ત્યારે પોતાની આગવી જરૂરિયાતનું સર્જન કરો કે જેથી લોકોએ તમારી સેવા માટે લાઇનમાં ઉભું રહેવું પડે તેમ જણાવી આજનો સમય યુવાનોનો છે. આ યુવાઓના પ્રયત્નો દ્વારા જ દેશ આગળ વધવાનો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Advertisement

a-program-of-distribution-of-appointment-letters-and-apprenticeship-contracts-to-the-youth

આ અવસરે જિલ્લા ભા.જ.પા.ના પ્રમુખશ્રી ડો. રાજીવભાઇ પંડ્યા, પૂર્વ નગર શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી શિશિર ત્રિવેદી અને બી.પી.ટી.આઇ.ના આચાર્યશ્રી તપન વ્યાસે આજથી શક્તિ આરાધનાનો દિવસ નવરાત્રી શરૂ થઇ છે ત્યારે કૌશલ્ય પણ એક શક્તિ છે ત્યારે પોતાની આવડતથી આગળ આવવાં માટે યુવાઓને આહ્વાન કર્યું હતું.આ અવસરે યુવાઓને પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આજના દિવસે જ ૬ હજાર યુવાનોએ આ અવસર મળ્યો હતો.

a-program-of-distribution-of-appointment-letters-and-apprenticeship-contracts-to-the-youth

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વર્ષઃ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં ૪,૯૩૯ નવી નામ નોંધણી થયેલી છે અને ૩,૯૨૧ જેટલાં ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઇ ચૂકી છે અને હાલ ૧૩,૮૩૩ જેટલાં ઉમેદવારો લાઇવ રજિસ્ટર્ડ પર છે.આ અવસરે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. કૌશલ્ય વિભાગ સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ, રોજગાર નિમણૂંક પત્ર મેળવનાર યુવાઓ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં.
———-
-સુનિલ પટેલ

error: Content is protected !!