Bhavnagar
ભાવનગરમાં ગૃહ મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીએ બાસ્કેટ બોલને નેટમાં નાંખીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
- પદાધિકારીઓ સાથે અધિકારીઓ પણ ગોલ કરી પોતાની ક્ષમતાનું નિદર્શન કર્યું
વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે રોડ- શો અને જવાહર મેદાન ખાતે તૈયારીઓનું નીરિક્ષણ કર્યાં બાદ ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બાસ્કેટ બોલ કોર્ટ પર જઇને બાસ્કેટ બોલની નેટમાં ગોલ કરીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
પદાધિકારીઓ સાથે જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ એવાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, આર.સી.એમ.શ્રી અજય દહિંયા, એસ.પી. શ્રી ડો. રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓએ બાસ્કેટ બોલનો ગોલ કરીને પોતાની રમત ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો.
પદાધિકારીઓ અને અધિકારીઓના આ પ્રયત્નને ખેલાડીઓએ તાળીઓથી વધાવી લીધો હતો.