Connect with us

Sihor

સિહોરની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ૨૧ જૂનના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published

on

A Taluka Swagat program will be held on June 21 to resolve the issues of the people of Sihore

પવાર

જનતાએ પોતાની ફરિયાદ કે પ્રશ્નો ૧૦ દીમાં સિહોર મામલતદાર કચેરી મોકલી આપવાના રહેશે, અહીં આવનાર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે

સિહોર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જે નાગરિકોના પ્રશ્નો હોય તેઓએ તેમના પ્રશ્નો દસ દિવસ દરમિયાન સિહોર મામલતદાર કચેરી મોકલી આપવાના રહેશે તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧/૦૬/૨૦૨૩ને બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, સિહોર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગર અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદારશ્રીએ તા.૧૨/૦૬/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, શિહોર ખાતે મોકલી આપવાની રહેશે.

A Taluka Swagat program will be held on June 21 to resolve the issues of the people of Sihore

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયેલ ન હોય તો અરજી કરી શકશે. આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોના જરૂરી આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. આધાર વગરની અરજી ન હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક બાબતની રજુઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતી વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!