Sihor
સિહોર ગોપીનાથજી વિદ્યાસંકુલ ખાતે સમર્થ વિદ્યાલય દ્વારા સમર કેમ્પ યોજાયો

પવાર
સિહોર ગોપીનાથજી વિદ્યાસંકુલ ખાતે સમર્થ વિદ્યાલય દ્વારા સમર કેમ્પ યોજાયો હતો.
આ ત્રિદિવસીય કેમ્પમાં 4 વર્ષથી 16 વર્ષના બાળકો એ આ સમર કેમ્પ માં ચિત્ર સ્પર્ધા, રંગપૂરણી, આર્ટ એન્ડ ક્રાફટ, ડાન્સ, જૂની રમતો, જૂની વાર્તાઓ, વેસ્ટ માંથી બેસ્ટ, મૂવી શો ,મ્હેંદી, સ્કેટિંગ, કરાટે, તેમજ અનેક વિવિધ સ્પર્ધાઓ યોજાયેલ જેમાં આજના ફાઈનલ દિવસે તમામ સ્પર્ધકોને પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમ માં આચાર્ય શ્રી સિદ્ધરાજસિંહ તેમજ, ટ્રસ્ટીશ્રીઓ, શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેઓના વરદ હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.