Sihor
જે સમાજ દિવ્યાંગ પ્રત્યે સંવેદનશીલ નથી તે સમગ્ર સમાજ જ દિવ્યાંગ છે : મિલન કુવાડિયા
દેવરાજ
- સમાજની સામુહિક જવાબદારી અદા કરવી એજ દરેક નાગરિકનો સાચો નાગરિક ધર્મ છે ; મિલન કુવાડિયા – મિલન કુવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સિહોર ખાતે યોજાયેલ ત્રિદિવસીય દિવ્યાંગ શિબિર ગૌરવપૂર્ણ રીતે સંપન્ન
સમાજની સામાજીક જવાબદારી અદા કરવી અને સમાજનાં સર્વાંગી ઉત્થાન માટે પ્રતિબધ્ધ બનવું એજ આપણો સાચો નાગરિક ધર્મ છે જે સમાજ દિવ્યાંગની ચીંતા નથી કરતો તે સમાજ જ દિવ્યાંગ છે આપણે દિવ્યાંગ પ્રત્યે પુર્ણ સંવેદનાસભર કરી તેમને પણ સમાજનાં મુખ્યપ્રવાહમાં લાવવા તે આપણી સામુહિક જવાબદારી છે તે વહન કરવા માટે આપણે કટીબધ્ધ બનવાનું છે તેમ શંખનાદ સંસ્થાના વડા મિલન કુવાડિયાએ જણાવ્યું હતું
જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને દિવ્યાંગ કલ્યાણકારી આ વિવિધ યોજનાઓના લાભોની જાણકારી મેળવવા તથા તેના લાભો પ્રાપ્ત થાય તે હેતુસર સિહોર ખાતે દિવ્યાંગ વિશિષ્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે જેની આજે પૂર્ણાવતી વતી હતી જેમાં સિહોરના નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ મિલન કુવાડિયાએ વધુમાં કહ્યું હતું કે દિવ્યાંગ સંતાન દરેક કુટુંબ માટે હંમેશા ચીંતાનો વિષય હોય છે
તેવા દરેક કુટંબોને આપણે હુંફ આપીને તે સંતાન માત્ર કુંટુંબનુ જ નહિ પણ સમગ્ર સમાજનું બની રહેવુ જોઇએ અને તેને સમાજનાં મુખ્યધારામાં લાવવા આપણે સદાય પ્રયત્નશીલ રહેવુ જોઇએ કારણકે આ કાર્ય તો ઇશ્વરીય કાર્ય છે તેવું જણાવ્યું હતું સાથે મનસુખભાઇ કનેજીયા જે સંસ્થા ચલાવે છે
તેમની સેવાકિય પ્રવૃતિઓની સરાહના કરી હતી આ તકે શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહી ગૌરવસમા શિબિરની પૂર્ણાવતી કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા, અહિ મિલન કુવાડિયા સાથે મુકેશ જાની, રમેશભાઈ માળી, સમીર બેલીમ, રસુલભાઈ પઢીયાર, નયનભાઈ ઝારા વાલા, હરીશ પવાર, રૂપલભાઈ બેન રાઠોડ, જયેશભાઈ રાઠોડ, ધ્રુવ ભટ્ટ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો