Connect with us

Gujarat

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દ્વારકામાં આપદા પ્રબંધન તંત્રનું સૂક્ષ્મ અવલોકન

Published

on

a-sneak-peek-of-the-disaster-management-system-in-dwarka-by-state-home-minister-harsh-sanghvi

કુવાડિયા

  • બેઠક યોજી રાહત – બચાવ કાર્યની તૈયારીની સમીક્ષા કરી

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડુ બિપરજોય ગુજરાતના સમુદ્ર કાંઠે આવી પહોંચ્‍યું છે ત્‍યારે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્‍યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી સતત ખડેપગે રહીને સમગ્ર કામગીરીનું નિરિક્ષણ રાખવા સાથે નાગરિકો તેમજ વહીવટી તંત્રનો જુસ્‍સો વધારી રહ્યા છે. મંત્રીશ્રીએ આજે જિલ્લામાં આપદા પ્રબંધન તંત્ર અંતગર્ત કરાયેલી વિવિધ તૈયારીઓ, વ્‍યવસ્‍થાનું સૂક્ષ્મ અવલોકન કર્યું હતું અને વાવાઝોડા સામેની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકયો હતો. આ સાથે તેઓએ બિપરજોય વાવાઝોડાની સામે તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ હોવાનું પણ જણાવ્‍યું હતું. જિલ્લામાં અત્‍યાર સુધીમાં ૬૫૦૦થી વધુ લોકોનું સ્‍થળાંતર કરીને સલામત સ્‍થળે ખસેડાયા છે. રાજ્‍યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ દ્વારકા પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ સ્‍ટાફ સાથે મીટીંગ કરીને દરિયાકાંઠાની સુરક્ષા વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી.

a-sneak-peek-of-the-disaster-management-system-in-dwarka-by-state-home-minister-harsh-sanghvi

આ સાથે દરિયાઈ વિસ્‍તારોમાં કોઈપણ નાગરિક ના જાય તેના માટે ચુસ્‍ત સુરક્ષા જાળવવા પોલીસને જણાવ્‍યું હતું. હર્ષ સંઘવીએ આજે ઓખા હેડ ક્‍વાર્ટર નંબર ૧૫ ખાતે કોસ્‍ટગાર્ડ, એન. ડી.આર.એફ., એસ. ડી.આર.એફ., બી.એસ.એફ. તેમજ પોલીસ સ્‍ટાફ સાથે મીટીંગ કરી હતી અને વાવાઝોડાના સંકટને પહોંચી વળવા, રાહત અને બચાવ કાર્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે ઓખા જેટીનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમની સાથે રેન્‍જ આઇજી શ્રી અશોક કુમાર યાદવ, તેમજ કોસ્‍ટ ગાર્ડના ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આપદા -બંધન સાથે નાગરિકોનો જુસ્‍સો અને સહકાર પણ એટલો જ જરૂરી છે. સંભવિત વાવાઝોડા સામે દ્વારકામાં નાગરિકો પણ તંત્ર સાથે ખભેખભો મિલાવીને ઊભા છે. કેટલીક સંસ્‍થાઓએ ફૂડપેકેટ્‍સ સહિતની આગોતરી તૈયારી લીધી છે..

error: Content is protected !!