Sihor
સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે શ્રી અન્ન વાનગી સ્પર્ધા યોજાઈ

પવાર
ભાગ લેનારાઓને તાલુકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં પુરસ્કારો અપાયા
સરકારશ્રી દ્વારા શ્રી અન્ન સંદર્ભે શરૂ થયેલા અભિયાનનાં ભાગરૂપે સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે યોજાયેલ વાનગી સ્પર્ધામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં બહેનોને પુરસ્કાર અપાયા હતા. સિહોર તાલુકાનાં મામલતદારશ્રી જોગસિંહ દરબાર અને તાલુકા વિકાસ અધિકારીશ્રી નાઝનીનબેન દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં શ્રી અન્ન વાનગી સ્પર્ધા યોજાઈ ગઈ.
શ્રી અન્ન સંદર્ભે સરકારશ્રી દ્વારા શરૂ થયેલા અભિયાનનાં ભાગરૂપે સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ખાતે ફરજ પરનાં અધિકારીશ્રી હેમાબેન મહેતાનાં સંકલન સાથે યોજાયેલ આ વાનગી સ્પર્ધામાં બહેનો ઉત્સાહ પૂર્વક જોડાયેલ. જેઓને તાલુકા પંચાયત અંતર્ગત અધિકારીઓની ઉપસ્થિતિમાં પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતનાં વિસ્તરણ અધિકારીશ્રી ચાંપરાજભાઈ ઉલવા સાથે શ્રી રેખાબેન ડાભી, આરોગ્ય વિભાગનાં શ્રી હસુમતીબેન જોશી અને મહિલા સ્વરાજ મંચનાં શ્રી ધરણીબેન જાનીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
વાનગી સ્પર્ધાના આયોજનમાં કચેરીના મુખ્ય સેવિકાશ્રી રીટાબેન શુક્લ, શ્રી દુગાબેન બાબરિયા, શ્રી સવિતાબેન ગોહિલ તથા શ્રી નયનાબેન પંડ્યા રહ્યા હતા. સ્પર્ધા કાર્યકમમાં શ્રી નીધીબેન પટેલ, શ્રી શિવમભાઈ પટેલ તથા શ્રી ધ્રુવભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.