Sihor
સિહોર રાજકોટ રોડ પર આવેલ ફઝલ આમલેટ નામની દુકાનમાં અસામાજિક તત્વોએ આગ લગાડી દીધી

Pvar
અસામાજિક તત્વોની રંજાડ
માલ સામાનને નુકશાન – ગઈ કાલે વહેલી સવારે કોઈ કારણોસર દિવાળી ચાંપી દીધી કેબિન અને દુકાનને નુકશાન પોચાડવાનો પ્રયાસ કર્યો હતો; માલ સમાન અને રોકડ બળીને ખાખ
સિહોરના રાજકોટ ભાવનગર માર્ગ ઉપર ફઝલ આમલેટ નામની દુકાનમાં વહેલી સવારે કોઈ અસામાજીક તત્વો દ્વારા દિવાસળી ચાંપી ને દુકાને સળગાવી મુકવાનો પ્રયાસ કર્યો હતો. આગના બનાવને લઈને કેબિનમાં રહેલ ગેસ સિલિન્ડર, અન્ય સામગ્રી અને રોકડ રકમ બળીને ખાખ થઈ જતા નુકશાન સર્જાયું હતું.
આ બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે બે વ્યક્તિ સામે શંકા જતા સીસીટીવી તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવને લઈને અસામાજિક તત્વોની રંજાડ સામે આવી રહી છે જેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા ફઝલ આમલેટ ની કેબિનને કોઈ કારણોસર આગ ચાંપવાનો પ્રયાસ કર્યો છે જેમાં મોટું નુકસાન થતું બચ્યું છે. ફરી આ ઘટના આગળ બને નહિ તે માટે આવા આવારા તત્વો ને પકડીને પાઠ ભણાવવો જરૂરી છે જેથી કરીને આગળ આવી ઘટના ઘટિત થાય નહિ.