Sihor
સિહોર વળાવડ ખાતે આવેલ સચ્ચિદાનંદ ગુરુકુળ ખાતે વિધાર્થી માટે સેમિનાર યોજાયો
દેવરાજ
રાષ્ટ્રીય કક્ષાના સર્વશ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ઉમેશસર મુખ્ય પ્રવક્તા તરીકે ઉપસ્થિત
સિહોર વળાવડ ખાતે આવેલ સચ્ચિદાનંદ ગુરુકુળ ખાતે સેમિનાર યોજાયો હતો જેમા રાષ્ટ્રીય કક્ષાનો સર્વશ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ઉમેશભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટ મેરી સ્કૂલ ,સચ્ચિદાનંદ સ્કૂલ, આશ્રમશાળાના વાલીઓ માટે તેમની શી ફરજો છે તેના અનુસંધાનમાં આજે સેમિનાર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અનેક મહેમાનો ,ફાધરો ,સિસ્ટરો વાલિગણ, શિક્ષક ગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રભુ વંદના થી કરવામાં આવી હતી ત્યારબાદ આચાર્ય ફાદર વિનોદે સર્વ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું. ઉમેશભાઈ વાળા રાજકોટ સેન્ટ મેરી સ્કૂલમાં ઘણા વર્ષોથી શિક્ષક તરીકે કામ કરે છે તેમના કુશળ વિચારો, સ્વભાવ, કામગીરીને કારણે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય કક્ષાનો શિક્ષક એવોર્ડ તેમણે પ્રાપ્ત થયેલો છે. વાળા સાહેબે પોતાના બાળકો શિક્ષણમાં આગળ વધે સારા સંસ્કારો મેળવી તે હેતુથી સુંદર પર વચન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી, તાર્કિક ચિંતન મનન ,સ્વતંત્ર વિચારસરણી, શિસ્ત ,પ્રેમ ,સહનશીલતા જેવા ગુણો રહેલા છે. બાળકોની વાલીઓએ કેવી રીતે સાર સંભાળ રાખવી, કેવી રીતે તેમનામાં આદર્શ વિચારો નું સિંચન કરવું, વ્યસનથી મુક્ત રહેવું ,મોબાઈલ અથવા અન્ય ચેનલો શૈક્ષણિક હેતુસર ઉપયોગ કરવો, વગેરે મુદ્દાઓ પર સુંદર સમજ આપી હતી. વાલીઓ પણ તેમના પ્રવચનથી ખૂબ જ ઉત્સુક બન્યા હતા .આ સેમીનાર પછી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ મહેમાનો નો આચાર્ય ફાધર વિનોદે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફાધર વિનોદના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.