Sihor
સિહોરમાં હડકાયા કૂતરા આંતક પંદર દિવસમાં 70ને બચકા ભર્યા
પવાર
ગઈકાલે આંબેડકર ચોકમાં વહેલી સવારે એક સાથે 5 વ્યક્તિને બચકા ભરી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, કૂતરાને પકડી પાડવાની માંગ
સિહોર શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધ્યો છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક વર્ષથી શહેરમાં કુતરાની વસતી વધી છે અને ઘણા વિસ્તારોમાં રખડતા કુતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે.
સિહોરમાં હડકાયા કૂતરાએ આંતક મચાવતાં લાેકાેમાં ભયનો માહાેલ છવાયો છે. ૧૫ દિવસમાં કૂતરાએ ૭૦ લોકોને બચકા ભરતાં ભયનો માહોલ છવાયો છે. ગઈકાલે એક જ દિવસમાં પાંચથી વધુ લોકોને બચકા ભર્યા છે. તમામે સરકારી દવાખામાં સારવાર અર્થે ખસેડાયા હતા. તંત્ર દ્વાર આ કૂતરાઓને પકડી લેવામાં આવે તેવી માંગ લોકો માંથી ઉઠાવી છે.
સિહોરના આંબેડકર ચોક, જલુનાચોક સહિત સાેસાયટી વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસથી હડકાયા કૂતરાએ ભારે આંતક મચાવી મુક્યાે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસના અંદર પાંચ જેટલા વ્યક્તિઓને બચકા ભરતા સારવાર આપવાની ફરજ પડી છે.
ગઈકાલે આંબેડકરચોક વિસ્તારમાં સવારના સમયે ગઈકાલના એક જ દિવસમાં 5 થી વધુ વ્યક્તિઓને કૂતરાઓ બચકા ભરતાં સરકારી દવાખાનામાં સારવાર આપવાની ફરજ પડી છે. કૂતરાના આતંકને લઇ રાત્રીના સમયે કાેઇ ઘરની બહાર નીકળી પણ શકતુ નથી. ત્યારે પાલિકા તંત્ર આળસ ખંખેરી હડકાયા કૂતરાને પકડી લેવાઇ તેવી માગ ઉઠાવી છે.