Connect with us

Sihor

સિહોર માટે ગૌરવવંતી ક્ષણો ; યુવા ઉદ્યોગપતિ નિશાંત ધોળકીયા અને નિઘીપ ધોળકીયા G20 સમિટમાં આમંત્રણ

Published

on

a-proud-moment-for-sehore-young-businessman-nishant-dholakia-and-nighip-dholakia-invited-to-g20-summit

કુવાડિયાa-proud-moment-for-sehore-young-businessman-nishant-dholakia-and-nighip-dholakia-invited-to-g20-summit

સિહોરના અગ્રણી ઉદ્યોગપતિ જયેશભાઇ ધોળકીયાના બન્ને પુત્ર નિશાંત અને નિધીપ દિલ્લી ખાતે યોજાનાર G20 યંગ આંત્રપ્રિન્યોર્સ એલાયન્સ સમિટ 2023માં ભાગ લેશે, આ સમિટ 13 થી 15 જુલાઈ સુધી ચાલશે, અહીં રાજનેતા નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, જ્યોતિઆદિત્ય સિંધીયા, અમિતભાઇ ખાંટ સહિતનાઓ ઉપસ્થિત રહેશે

આગામી 13 થી 15 જુલાઈ સુધી દિલ્લી ખાતે યોજાનાર G20 યંગ આંત્રપ્રિન્યોર્સ એલાયન્સ સમિટ 2023માં સિહોરના બે યુવા ઉદ્યોગપતિ નિશાંત ધોળકીયા અને નિઘીપ ધોળકીયાને ભાગ લેવા આમંત્રણ પાઠવાયું છે સિહોરના યુવા ઉદ્યોગપતિ નિશાંત જયેશભાઇ ધોળકિયા અને નિધીપ જયેશભાઇ ધોળકિયાને આગામી 2023 G20 યંગ આંત્રપ્રિન્યોર્સ એલાયન્સ સમિટ 2023 દિલ્લી ખાતે યોજાશે. જેમાં ભાગ લેવા માટે નિશાંત ધોળકિયા અને નિધીપ ધોળકિયાને આમંત્રિત કરવામાં આવ્યા છે. 13 જુલાઇ 2023 થી 15 જુલાઇ 2023 સુધી G-20 સમિટ ચાલનાર છે.આ સમિટ દરમિયાન નિશાંત અને નિધીપ દ્વારા વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે બેઠકો, સેમીનાર, નેટવર્કિંગ સત્રો અને ઔદ્યોગિકચર્ચા ઉપરાંત સાંસ્કૃતિક આદાનપ્રદાનની તકો પણ હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સમિટમાં રાજનેતા નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, જ્યોતિઆદિત્ય સિંધીયા, અમિતભાઇ ખાંટ સહિતનાઓ ઉપસ્થિત રહેનાર છે ત્યારે સિહોરના નિશાંત ધોળકીયા અને નિઘીપ ધોળકીયા G20 સમિટમાં ઉપસ્થિત રહેવાના છે જે સિહોર માટે ગૌરવની બાબત કહી શકાય. એક બાબત એ પણ નોંધનીય છે કે ગત 28 માર્ચ 2023 થી 2 એપ્રિલ 2023 સુધી જોહાનિસબર્ગ અને કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ યંગ ઈન્ડિયન્સ દ્વિપક્ષીય યુવા સાહસિક G-20 સમિટમાં નિશાંત ધોળકિયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને જેમાં નિશાંત ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા જે સિહોર જ નહીં સમગ્ર જિલ્લા માટે ગૌરવપૂર્ણ છે

error: Content is protected !!