Sihor
સિહોર યુવા યુગ પરિવર્તન દ્વારા શાળા નં 5 માં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

પવાર
દર વર્ષ માફક આ વર્ષે પણ સામાજિક સંસ્થા યુવા યુગ પરિવર્તન શાળાઓમાં બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરે છે
સિહોરની નામાંકિત અને સેવાભાવી સંગઠન યુવા યુગ પરિવર્તન દ્વારા આયોજિત સરકારી પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ રાઉન્ડની ત્રીજી શ્રી શાળા નં -5(ગોદાવરી શાળા) માં શ્રી સુર્યવંશી કંસ્ટ્રકશન હસ્તે ઘનશ્યામસિંહ ગોહિલ તેમજ કનુભાઈ પરમારનાં આર્થિક સહયોગથી તેજસ્વી તારલાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાનાં સદસ્ય તેમજ ભાવનગર યુવા મોરચા ભાજપા નાં પૂર્વ અધ્યક્ષ શ્રી કુલદીસિંહ ચુડાસમા, શાળા નં -6 નાં પૂર્વ નિવૃત્ત આચાર્ય સતુભા ગોહિલ, શાળાનાં આચાર્ય શ્રી જતીનભાઈ જાની, મિલન કુવાડિયા, YYP ના કાર્યકારી અધ્યક્ષ કુલદીસિંહ સોલંકી તેમજ YYP નાં સભ્યો ઉપસ્થિત રહી બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.