Sihor
નવતર પ્રયાસ ; સિહોર નગરપાલિકાએ માઇક સાથે રીક્ષા ફેરવી વાવાઝોડાથી લોકોને સાવચેત કર્યા

પવાર
બીપોરજોયના માઇક વાગ્યા
લોકોને સાવધાન કરાવવા જૂની પદ્ધતિનો નવેસરથી ઉપયોગ, વાવાઝોડાને લઈને ગામ લોકોને જાગૃત કરવામાં આવ્યા, લોક જાગૃતિ માટે માઇક સાથેની રીક્ષાનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ
સિહોર શહેરના તમામ વિસ્તારોમાં વાવાઝોડા સામે સાવધાન કરવા માટે નગરપાલિકા દ્વારા માઇક સાથેની રીક્ષા દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે. અગાઉના વખતમાં ગામ ઉપર કોઈ આફત આવવાની હોય ત્યારે માઇક સાથે ઢોલ ટીપવામાં આવતો અને માઇકો પર જાહેરાતો કરવામાં આવતી. હવે ફરીથી આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિહોર નગરપાલિકાએ તમામ વિસ્તારોમાં રીક્ષા ફરી રહી છે.
માઈકથી બોલાવી સાદ સાંભળજો… સાંભળજો” કેવડાવી રિક્ષામાં માઇક વગાડ્યા હતા. વાવાઝોડા પહેલા, દરમ્યાન તેમજ બાદમાં કઇ રીતે મુશ્કેલીનો સામનો કરવો તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સિહોર નગરપાલિકા દ્વારા માઇક સાથેની રિક્ષામાં લોકોને તકેદારીની માહિતી આપવામાં આવી હતી. માઈકથી લોકોને ચેતવણી પાઠવવામાં આવી હતી. લોકોને ઊંચા હોર્ડિંગ કે પતરા આસપાસ બાળકોને દૂર રાખવા તેમજ આગામી 12 થી 15 દરમ્યાન કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની ના થાય તે માટે તંત્રના સંપર્કમાં રહેવા લોકોને અપીલ કરવામાં આવી હતી.