Connect with us

Sihor

સિહોરમાં બે સંતાનોની માતાએ ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણી દીધો

Published

on

A mother of two children hanged herself in Sihore

દેવરાજ

  • જુના સિહોરમાં રહેતી ભૂમિબેન નામની પરણીતાએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત – બે માસૂમ સંતાનો માતા વિહોણા બન્યા, પોતાના ઘરના બારણાં બંધ કરી જીવનને ટૂંકાવી નાખ્યું

સિહોરમાં રહેતી અને બે સંતાનોની માતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. સિહોરના જૂના સિહોર ખાતે રહેતા નીખીલભાઈ અશોકભાઈ કરેનીયાના પત્ની ભૂમિબેન ઉ..વ ૨૩ જાતે.કોળી રહે સિહોર વાળાએ તેમણે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું છે આ મૃતક પરિણીતા પતિ નીખીલભાઇ પોતે છૂટક વાસણની મજૂરી કરે છે અને સંતાન માં બે પુત્રો છે તેમજ મૃતક ભૂમિબેન નીખિલભાઈ નું પિયર સિહોર ખાતે વેલનાથ જગ્યા પાસે આવેલ છે.

A mother of two children hanged herself in Sihore

કોઈ અગમ્ય કારણોસર આપઘાતને લઈ મહિલાને તાત્કાલિક સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જેમાં તબીબે તપાસ બાદ મૃતક જાહેર કરી હતી.જ્યારે આ અંગે સિહોર પોલીસ દ્વારા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.ભૂમિબેન નિખિલભાઇ કરણીયા કે જેઓના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. ગામમાં પિયરયું અને ગામમાં સાસરિયું ધરાવતી ભૂમિબેન ના લગ્નનો 7 વર્ષનો ગાળો થયો છે અને જેઓને સંતાનમાં બે દીકરા છે.જ્યારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે બારણા બંધ કરીને ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું બનાવને લઈને કોળી સમાજમાં અરેરાટી ફેલાઇ હતી .ભૂમિબેન ઘરે એકલા હોય તે સમયે પંખા સાથે લટકાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું બનાવને લઈ ચકચાર મચી છે ઘટનાને લઈ પોલીસે તપાસ આદરી છે

Continue Reading
Advertisement
error: Content is protected !!