Sihor
સિહોરના શ્રમિક પરિવારના આધેડ ભરતભાઇ એ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું – ચકચાર

દેવરાજ
આત્મહત્યાના બનાવો અકટવાનું નામ નથી લેતા.?
સિહોર સહિત પંથકમાં એક તરફ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ આત્મહત્યા વહોરી ને પોતાનું જીવન અધ વચાળે જ ટૂંકાવી મોતને વ્હાલું કરી રહ્યા છે. સિહોરના જુના સિહોર વિસ્તારમાં આજે શ્રમિક પરિવારના આધેડ ભરતભાઇ દુલાભાઈ મકવાણા એ વહેલી સવારે પોતાના ઘરે કોઈ હતું નહીં ત્યારે પોતાના ઘરના બાર સાખમાં દોરી બાંધી ને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી હતી.
જાણવા મળતી વિગતો મુજબ મરણજનાર ભરતભાઇ વ્યસન ની આદત હતી અને તેમના પત્ની છેલ્લા ઘણા વર્ષોથી રિસામણે હોય જે માનસિક રીતે પોતે કંટાળી જઈને પોતાનું જીવન વહેલી સવારે ટૂંકાવી દીધું હતું. બનાવની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશ ને પી.એમ અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.