Bhavnagar
વિશ્વ આરોગ્ય અને સલામતી દીને લોકજાગૃતિ નો સંદેશ.

બરફવાળા
ભાવનગર જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિ સંદેશ સાથે વિવિધ ઔદ્યોગિક એકમોમાં પહોંચ્યા.
કામ કરતા શ્રમિકો,કર્મચારીઓને કામની સાથે આરોગ્ય અને પોતાની સલામતી અંગે આપ્યું માર્ગદર્શન, જાણતા હોવા છતાં કરેલી આરોગ્ય કે સલામતીની અનદેખી માંદગી કે દુર્ઘટનાનું કારણ બને છે.
આજે 28 એપ્રિલ કે જેને UN દ્વારા વિશ્વ આરોગ્ય અને સલામતી તરીકે ઉજવવામાં આવે છે.જેના ભાગરૂપે આજે ભાવનગર જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના ઔદ્યોગિક એકમોમાં જઇ ત્યાં કામ કરતા શ્રમિકો, કર્મચારીઓને કામની સાથે પોતાના આરોગ્ય અને પોતાની સલામતી માટે શુ શુ કરવું જોઈએ અને જે જરૂરી છે તે અંગે લોકજાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. ભાવનગર જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે શહેરના 3 વિવિધ ઔદ્યોગિક વિસ્તારો જેમાં કુંભારવાડા,ચિત્રા જીઆઇડીસી અને નારી ચોકડી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરે છે કે જેઓ જાણવા છતાં કોઈ સંજોગોમાં પોતાના આરોગ્ય અને સલામતીના નિયમોના પાલન માં ચૂક કરતા હોય છે અથવા ક્યારેય પૂરતા સેફટીના સાધનો ન હોવાના કારણે અનેક દુર્ઘટના સર્જાય છે.
અને તેમાં કિંમતી માનવ જીવન હોમાય જતું હોય ત્યારે આજના ખાસ દિવસે UN દ્વારા લોકોના આરોગ્ય અને સલામતી અંગે જાગૃતતા લાવવા વિવિધ માધ્યમો થકી જાણકારી અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ જ્યાં બિલ્ડીંગઓનું નવનિર્માણ થતું હોય કે પછી કોઈ ફેકટરીઓ હોય ત્યાં જઈ તેમને પોતાના કામની સાથે પોતાના આરોગ્યનું જતન કરવું તેમજ પૂરતી સલામતી સાથે કેમ કામ કરવું તે અંગેની જાણકારી આપવામાં આવી હતી.