Connect with us

Bhavnagar

ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

Published

on

A mega blood donation camp was organized by Saurashtra Chamber Trust and associate organizations in Bhavnagar.

દેવરાજ

મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૩૧૫ બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ.

સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા ભાવનગર ઇલેક્ટ્રિક મર્ચન્ટ એસોસિએશન, વાયરમેન એસોસિએશન- ભાવનગર અને હાર્ડવેર એસોસીએશન- ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ સોસાયટી-ભાવનગર તથા બ્લડ બેંક ભાવનગરનાં સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૩૧૫ બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ.

A mega blood donation camp was organized by Saurashtra Chamber Trust and associate organizations in Bhavnagar.

સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી કિરીટભાઈ સોનીએ રક્તદાન કરી સૌ સભ્યોનો ઉત્સાહ વધારેલ. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ચેમ્બર પ્રમુખ દિલીપભાઈ કમાણી, સહયોગી એસોસીએશનનાં હોદ્દેદારો, સભ્યો, ચેમ્બરની મેનેજીંગ કમિટીનાં સભ્યો ઉપસ્થિત રહેલ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ચેમ્બરનાં માનદ્દ મંત્રી અશોકભાઈ કોટડીયાએ ૫૪ મી વખત રક્તદાન કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કિરીટભાઈ સોની, ભાવનગર ઇલેક્ટ્રિક મર્ચન્ટ એસોસિએશનનાં પ્રમુખ કેતનભાઈ મેહતા અને તેમની ટીમ તથા ચેમ્બરનાં માનદ્દ મંત્રી અશોકભાઈ કોટડીયાએ ખુબ જ જહેમત ઉઠાવેલ.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!