Sihor
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો ભાવનગર જિલ્લામાં પ્રવેશ : યાત્રા કાલે સિહોર પહોંચશે

બે દિવસ અલગ-અલગ કાર્યક્રમોની વણઝાર, વલ્લભીપુર ઉમરાળા સણોસરા ગારીયાધાર પાલિતાણામાં સભાઓ, કાલે સવારે યાત્રાનો સિહોરમાં પ્રવેશ, ભવ્ય સ્વાગત સન્માન અને સભાનું આયોજન થશે
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શનમાં ડબલ અન્જિનની સરકારે કરેલ વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો હિસાબ જન જન સુઘી પહોચાડવા ગુજરાત ગૌરવ યાત્રાનો ભાવનગર જિલ્લામાં પ્રવેશ થયો છે વલ્લભીપુર તાલુકામાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી. સભામાં અર્જુનરામ મેઘવાળે સભામાં રાજસ્થાની ભાષામાં ભજન, કથાના પઠન ચાલુ કર્યા હતા.
યાત્રાના કાર્યક્રમ મુજબ આજે પ્રથમ દિવસે બપોરે વલ્લભીપુર ખાતે આવી પહોંચી હતી. બપોર ઉમરાળા સણોસરા બાદ ગારિયાધાર અને સાંજે પાલિતાણા ખાતે સભાઓ યોજાઇ હતી પહેલા દિવસે વલ્લભીપુર ખાતે સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, અર્જુનરામ મેઘવાળ અને ગોરધન ઝડફિયા હાજર રહ્યાં હતાં. ગૌરવ યાત્રા પાલિતાણા ખાતે રાત્રિ રોકાણ બાદ શનિવારે સવારે સિહોર, બપોર બાદ તળાજા અને સાંજે મહુવા ખાતે સભાઓ યોજાશે.
બીજા દિવસની સભાઓમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત જોડાશે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય અગ્રણીઓની અલગ-અલગ સભાઓ ઉપરાંત જે-જે ગામોમાં સ્વાગત સન્માનના કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે. તે કેન્દ્રીય નેતાઓ સાથે રાજ્યના સ્થાનિક અગ્રણીઓ ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો જોડાયા છે. મનસુખ માંડવીયાએ લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી.