Bhavnagar
ભાવનગર વીર માંધાતા સંગઠન દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવ પુર્વે કન્યાઓની પીઠીનો સમૂહ કાર્યક્રમ યોજાયો

દેવરાજ
ભાવનગર વીર માંધાતા સંગઠન દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવ પુર્વે કન્યાઓનો હલ્દી રસમ નો કાર્યક્રમ હરખભેર ઉજવામાં આવ્યો હતો. જેમાં ભાવનગર રાજવી પરીવારના કુંવરી સાહેબ બ્રિજેશ્વરી કુમારી ગોહીલજી એ પોતાના હાથે કન્યાઓને પીઠી ચોળી લગ્નની શુભકામનાઓ પાઠવી હતી.
તા.૨૬/૨/૨૦૨૩ ના રોજ વિર માંધાતા સંગઠન દ્રારા યોજાનાર ૨૦૧ દિકરીઓના સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ પુર્વ તમામ કન્યાઓની હલ્દી રસમ નો કાર્યક્રમ તા. ૨૨/૨/૨૦૨૩ નાં રોજ ઓમ પાટી પ્લોટ ખાતે ઉત્સાહભેર ઉજવામાં આવ્યો હતો. જેમાં તમામ કન્યાઓ પીળા વસ્ત્રો પરિધાન કરેલ તેમજ રંગબેરંગી ફુગાઓ આતીશબાજી વગેરે કરવામાં આવેલ તેમજ તમામ દિકરીઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
સમગ્ર કાર્યક્રમ ના વિરમાધાતા સંગઠન ની મહીલા કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવેલ. આગામી તારીખ ૨૬/૨/૨૦૨૩ ના રોજ પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન ખાસ ઉપસ્થિતિમાં સંતો મહેમાનો સામાજીક અને રાજકિય શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે.