Sihor
સિહોરના ગૌતમેશ્વર નજીક ડુંગરમાં આજે સમી સાંજે દિપડો દેખાયો – લોકોમાં ફફડાટ
દેવરાજ
દિપડો એ ફરી ડુંગર ખૂંદ્યો..સિહોર પંથકમાં દિપડાના ધામાં, બે દિવસમાં બે મારણ બાદ આજે સાંજે ગૌતમેશ્વર નજીક દેખાયો, દિપડાને ઝડપી લેવાની તજવીજ
સિહોર પંથકમાં દીપડાએ છેલ્લા દિવસો થી ધામા નાખ્યા હોય તેમ સિહોર પંથકને ધમરોલી રહ્યો છે અને સિહોર પંથકનું જાણે કે પરિભ્રમણ હાથ ધર્યું હોય તેમ વારંવાર દીપડો માનવ વસ્તી નજીક પહોંચી જતા લોકોમાં ફાફડાટ ફેલાયો હતો તેવામાં આજે શુક્રવારે સિહોરના ગૌતમેશ્વર નજીક ફરી દેખા દીધા છે. સિહોર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડો પરિભ્રમણ કરી રહ્યો છે છાશવારે માનવીની વસ્તી નજીક પહોંચી જાય ત્યારે લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ રહ્યો છે તેવામાં આજે સિહોરના ગૌતમેશ્વર વિસ્તારમાં દીપડો જોવા મળતા આસપાસના વિસ્તારોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી
જ્યારે આ ઘટનાની જાણ થતા ની સાથે જ વન વિભાગ, સ્થળ પર દોડી ગયો હતો અને દીપડાને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી દિપડાના ભયથી રાત્રીના સમયે પોતાના વાડી ખેતરોમાં જવાનું ટાળી રહ્યા છે દિપડો પાંજરે પુરાય તેવી લોકોની માંગ પણ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી દિપડો પકડાયા બાદ દિપડાના આંટાફેરા બંધ થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં આજે શુક્રવારે ફરી લાંબા સમય બાદ જુના ગૌતમેશ્વર તળાવ અને ડુંગરો તરફ પણ જોવા મળ્યો હતો. ફરી દિપડાના સિહોરમાં પગલાં પડતા ફોરેસ્ટ વિભાગ એલર્ટ થઈ ગયું હતું અને દિપડા ને પકડવા ફરી કવાયત હાથ ધરી લીધી છે.