Connect with us

Sihor

સિહોરના તરશિંગડા ડુંગરમાં આજે સમી સાંજે ફરી દિપડો દેખાયો – લોકોમાં ફફડાટ

Published

on

A leopard was seen again in Tarshingda Dungar of Sihore this evening – a flurry of people

ગૌતમ જાદવ

શુ દિપડા પરિવારો રહેણાંક બનાવ્યું.?

ત્રણ દિપડા પાંજરે પુરાયા પછી પણ દિપડાના આંટાફેરા, દિપડા પરિવારોએ સિહોર પંથકનો રહેણાંક બનાવ્યું, સમી સાંજે તરશિંગડા ડુંગરમાં ફરી દિપડો દેખાયો

સિહોર પંથકમાં દીપડાના પરિવારો છેલ્લા દિવસો થી ધામા નાખ્યા હોય તેમ સિહોર પંથકને ધમરોલી રહ્યા છે અને સિહોર પંથકનું જાણે કે પરિભ્રમણ હાથ ધર્યું હોય તેમ વારંવાર દીપડો માનવ વસ્તી નજીક પહોંચી જતા લોકોમાં ફાફડાટ ફેલાયો હતો તેવામાં આજે મંગળવારે સિહોરના તરશીંગડા નજીક ફરી દેખા દીધા છે. સિહોર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડા પરિભ્રમણ કરી રહ્યા છે છાશવારે માનવીની વસ્તી નજીક પહોંચી જાય ત્યારે લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ રહ્યો છે તેવામાં આજે સિહોરના તરશીંગડા ડુંગર વિસ્તારમાં દીપડો જોવા મળતા આસપાસના વિસ્તારોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.

A leopard was seen again in Tarshingda Dungar of Sihore this evening – a flurry of people

ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા ની સાથે જ વન વિભાગ, સ્થળ પર દોડી ગયો હતો અને દીપડાને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી દિપડાના ભયથી રાત્રીના સમયે પોતાના વાડી ખેતરોમાં જવાનું ટાળી રહ્યા છે દિપડો પાંજરે પુરાય તેવી લોકોની માંગ પણ ઉઠી છે. થોડા દિવસો પહેલા ત્રણ દિપડા પકડાયા બાદ દિપડાના આંટાફેરા બંધ થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં આજે મંગળવારે ફરી તરશીંગડા ડુંગરમાં તરફ પણ જોવા મળ્યો હતો. ફરી દિપડાના સિહોરમાં પગલાં પડતા ફોરેસ્ટ વિભાગ એલર્ટ થઈ ગયું હતું અને દિપડા ને પકડવા ફરી કવાયત હાથ ધરી લીધી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!