Connect with us

Bhavnagar

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલો ફિલ્ટર પ્લાન્ટનો મોટો હિસ્સો થયો છે ધરાશાયી.

Published

on

A large part of the filter plant in Chitra area of Bhavnagar city has collapsed.

પવાર

ગુંબજ તૂટી જતા ફિલ્ટર પ્લાન્ટમાં પડી રહ્યો છે કચરો, ક્યારેક મૃત પશુ પંખીના કારણે પાણી મારે છે દુર્ગંધ, કમિશનરે કહ્યું કે ટેન્ડર બહાર પડી ગયું છે રીપેરીંગ નું, વહેલી તકે રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

ભાવનગર શહેરના શહેરીજનોને પીવાનું ફિલ્ટર પાણી મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 5 ફિલ્ટર પ્લાન્ટ આવેલા છે.જે પૈકીનો અંદાજીત વર્ષ 1990 માં ચિત્રા વિસ્તારમાં બનેલો અને શહેરના 3 વિસ્તારોને ફિલ્ટર પાણી પૂરું પાડતો ફિલ્ટર પ્લાન્ટનો ઉપરનો ગુંબજ 1 વર્ષ વધારે સમયથી તૂટી ગયો હોવા છતાં તેની કોઈ મરમ્મત તંત્ર દ્વારા આજદિન સુધી ન કરવામાં આવતા સ્થાનિકો દ્વારા વહેલી તકે કોઈ અનહોની સર્જાય તે પહેલાં તેને રીપેરીંગ કરવાની માંગ કરવામાં આવી છે. શહેરના કુલ પાંચ ફિલ્ટર પ્લાન્ટ આવેલા છે તે પૈકીનો ચિત્રા વિસ્તારમાં આવેલો અને વર્ષ 1990 આજુબાજુ તૈયાર થયેલો ફિલ્ટ્રેશન પ્લાન્ટ કે જે શહેરના ચિત્રા,ફુલસર અને કુંભારવાડા વિસ્તારને પીવાનું ફિલ્ટર પાણી પૂરું પાડે છે.આ ફિલ્ટર પ્લાન્ટનો ઉપરનો ગુંબજ સમયની સાથે જર્જરિત થતા તે આજથી 1 વર્ષ કરતા વધુ સમય પહેલા તેનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો.જેને આજે 1 વર્ષ વીતી જવા છતાં તેના રીપેરીંગની કોઈ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં નથી આવી.જ્યારે આ ફિલ્ટર પ્લાન્ટનું પાણી ગુંબજ તૂટી જતા ખુલ્લું થઈ જતા તેમાં ભારે કચરો પડી રહ્યો છે તેમજ તેમાં ક્યારેક મૃત પશુ પંખી કે પ્રાણીઓ પણ મળી આવે છે.

A large part of the filter plant in Chitra area of Bhavnagar city has collapsed.

ફિલ્ટર પ્લાન્ટમાં કચરો દૂર થઈ શકે પરંતુ મૃત પશુપંખી કે પ્રાણીઓ ના મૃતદેહની દુર્ગંધ દૂર નથી થતી જેથી ક્યારેક આવા પાણીના વિતરણથી લોકોનું આરોગ્ય જોખમાય શકે છે જેથી વહેલી તકે તેને રીપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આ અંગે મનપા કમિશનરે કહ્યું કે આ ફિલ્ટ્રેશન પ્લાન્ટ નું ટેન્ડર બહાર પડી ગયું છે અને તેની ડિઝાઇન અલગ હોય જેથી તે મુજબ તેનું રીપેરીંગ કરવામાં આવશે જ્યારે પાણીની કોઈ તકલીફ નહિ સર્જાય જ્યારે હો કોઈ દુર્ગંધ યુક્ત પાણી અંગે કોઈ ફરિયાદ આવશે તો તાકીદે તેની ચકાસણી કરી પગલાં લેવામાં આવશે.

Advertisement
error: Content is protected !!