Sihor
મોહરમ નિમિતે સિહોર ખોજા શીયા ઇશના અશરી જમાત આયોજિત સાર્વજનિક મેગા ફ્રી મેડિકલ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો
પવાર
ઇસ્લામી પંચાગનો ૧રમો મહિનો ગત જીલહજજ માસમાં ઇદુલ અદહા ઉજવાઇ હતી જે પર્વ બલિદાનની ભાવના પ્રકટ કરે છે. જયારે ઇસ્લામી મહિના મહોર્રમ માસમાં પણ ઘણી ઘટનાઓ અંકીત થઇ છે અને આ મહિનાનું અનેરૂ મહત્વ છે. જેમાં પણ ખાસ કરીને ઇરાક દેશના કરબલા શહેરની ધગધગતી ધરા ઉપર ૧૩૮૪ વર્ષ પહેલા બનેલી કરૂણ ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્લામી વર્ષની શરૂઆત અને તેનો અંત હંમેશા બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે. આશુરાહના દિવસે અનેક ઘટનાઓ અંકીત થઇ છે. પરંતુ ખાસ કરીને આ મહિનામાં ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દોહીત્ર હઝરત ઇમામ હુસૈનએ પોતાના ૭ર સાથીદારો પરિવારજનો સાથે ઇસ્લામ ધર્મની કાજે આપેલી ભવ્ય આહુતીને યાદ કરવામાં આવે છે.
જેનો મુખ્ય દિવસ જ ‘આશુરાહ’ નો દિવસ છે. આશુરાહ પર્વ મનાવવાની સાથે સાથે મહોર્રમ માસમાં કરબલામાં સત્યની કાજે શહીદી પામી ઇતિહાસમાં અમર થઇ ગયેલા ૭ર શહિદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે. આ તાજીયાને જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે અને હિન્દુ – મુસ્લિમ ભાઇ-બહેનો તેમાં જોડાય છે એ ઉપરાંત મહોર્રમ માસના પ્રથમ ૧૦ દિવસ કરબલાની ભવ્ય ગાથાને વર્ણવતી હુસેની મજાલિસો ઠેરઠેર પાણી સરબતની સબિલો અને જાહેર પ્રસાદ નિયાઝના ભરપુર કાર્યક્રમો ઉપરાંત રોશની યોજાય છે. મહોર્રમ માસથી કદાચ કોઇ અજ્ઞાત હશે.
ત્યારે મોહરમ નિમિતે સિહોર ખોજા શીયા ઇશના અશરી જમાત આયોજિત સાર્વજનિક મેગા ફ્રી મેડિકલ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સિહોરની ખ્યાતનામ હોસ્પિટલ તેમજ સુપ્રસિદ્ધ ડોકટર દ્વારા વિવિધ હોસ્પિટલ શ્રી કષટભંજન મલ્ટી પ્લસ હોસ્પિટલ, સાંઈ નાથ ક્લિનિક, અલ શિફા ક્લિનિક, સાંઈ ક્લિનિક, શ્રી મારૂતીનંદન મલ્ટી સ્પેશિયલીસ્ટ હોસ્પિટલ,અમર ક્લિનિક સહિત નામાંકીત ડોક્ટર્સ ડૉ.યુવરાજસિંહ ચુડાસમા,(MD), ડૉ.સહદેવસિંહ ચૌહાણ (MS), ડૉ. આર. જી યાદવ(MS ગાયનેક), ડૉ હરદેવસિંહ મોરી(બાળરોગ), ડૉ.નરદીપસિંહ રાઠોડ(BHMS/CCH) ડૉ ઇમરાન રાઠોડ, ડૉ મોહિત ચાવડા, ડૉ. સમિર હાસમાણી, ડૉ. મિસમ ઉનીયા (MS. ઑર્થો), ડૉ.હિતેન્દ્ર મોરી,સહિત સેવાઓ આપેલ.
તેમાં તપાસ અને દવાઓ ફ્રી માં આપવામાં આવેલ .તેમજ દર્દીઓ ના ચેક અપ માટે ૫૦% લેબોરેટરી ફી સાથે જેમાં આશીર્વાદ લેબોરેટરી તેમજ ગોપાલ લેબોરેટરી માં તપાસ કરવામાં આવેલ તેમાં દરેક સમાજ ના સર્વે જરૂરિયાત ભાઈઓ બહેનો એ બહોળા પ્રમાણમાં લાભ લીધેલ. ખાસ સિહોર ખોજા જમાત ના આગેવાનો, મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ દાતાશ્રીઓ સ્નેહીજનો સહિત ઉપસ્થિત રહી અને તમામ ડૉકટરશ્રીઓ ,મેડિકલ, એકસરે વિભાગ,લેબોરેટરી વિભાગ નો રૂબરૂ આભાર વ્યક્ત માન્યો હતો.તેમાં આ કાર્યક્રમ ને પ્રચાર પ્રસાર માટે શંખનાદ ન્યુઝ ચેનલ નો આભાર વ્યક્ત કરેલ.