Sihor
સિહોરના ખાંભા ગામે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે
બ્રિજેશ
ભજનના સમ્રાટ અને સુરસાધક એવા પૂજ્ય લક્ષ્મણબાપુ બારોટની આપણી સૌની વચ્ચેથી વિદાય થઈ છે, સંતવાણીના આરાધકો અને ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે, ત્યારે ‘જેનો આહાર જ માત્ર ભજન હતો’ એવા શ્રી લક્ષ્મણબાપુ બારોટની પુણ્ય સ્મૃતિમાં અને તેમની તેમની શ્રદ્ધાંજલિ રૂપે સિહોરના ખાંભા ગામે એક ભવ્ય સંતવાણીનું આયોજન કરેલ છે, સિહોરનું ખાંભા ગામ માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક રીતે પણ અનેક કાર્યો કરતું રહ્યું છે.
ગામના વિવિધ અગ્રણીઓ અને આગેવાનો દ્વારા કોઈને કોઈ રીતે સમાજ હિતનાં કાર્ય કરાતા રહ્યા છે, ત્યારે આજે ફરી એકવાર સમસ્ત ખાંભા ગામ દ્વારા પૂજ્ય લક્ષ્મણબાપુ બારોટની શ્રદ્ધાંજલિ નિમિત્તે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું તે ખરેખર બિરદાવાલાયક કાર્ય છે, લક્ષમણબાપુ બારોટ પોતે સૂરદાસ ભજનિક હતાં, અને એટલે જ અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે આ સંતવાણીમાં એક બાળ સૂરદાસ ભજનિક પણ ભજનરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, આ સમગ્ર સંતવાણીના કાર્યક્રમમાં ખાંભા અને આસપાસના તમામ લોકો સહિત, સાધુ-સંતો અને વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.