Connect with us

Sihor

સિહોર ટાઉન હોલ ખાતે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ & હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો.

Published

on

a-free-camp-was-organized-by-the-college-of-dental-science-hospital-at-sihore-town-hall

પવાર

સિહોર ટાઉન હોલ ખાતે અમરગઢ ની જાણીતી કે.જે મહેતા ટી.બી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે ડેન્ટલ કેમ્પનું આયોજન સિહોરના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ડેન્ટલ કોલેજ ના પબ્લિક હેલ્થ ડેન્સ્ટિટી વિભાગ તેમજ ડેન્ટલ કોલેજ ના ડોકટર ટીમ દ્વારા દાંત ના દર્દીઓ ને ફ્રી નિદાન કરવામાં આવેલ

a-free-camp-was-organized-by-the-college-of-dental-science-hospital-at-sihore-town-hall

તેમજ દર્દીઓને ડેન્ટલ કોલેજ ખાતે બોલાવી અને કેનાલ રૂટ, પેઢામાં છારી વળી જવી, પાયોરિયા, સડેલા દાંતના મૂળિયાંની સારવાર, દાંત સાફ કરાવવા, વાંકા ચૂકા તેમજ આગળ પડતા દાંતની સારવાર, મુખરોગ નિદાન સહિત ની સારવાર માટે કાર્ડ પણ આપવામાં આવેલ છે.આ સાથે આ કાર્યક્રમ માં આયોજક પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ તેમજ પ્રદેશભાજપ અગ્રણી અનિલ ગોહેલ,રવિભાઈ બારૈયા સહિત કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ડેન્ટલ કેમ્પ માં ૧૩૦ વધુ દર્દીઓ એ લાભ લીધો હતો.

error: Content is protected !!