Sihor
સિહોર વડલા ચોક ખાતે યુવા યુગ પરિવર્તન દ્વારા નિઃશુલ્ક આભા કાર્ડ નોંધણી કેમ્પનું આયોજન કરાયું
દેવરાજ
ભારત સરકારના નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આરોગ્ય સુવિધા લગતા કાર્ડ જેવા કે આભા કાર્ડ જે તમામ પ્રકારની સારવાર માટે તેમજ બ્લડ ગ્રૂપ, દવા, રોગને લગતી સમસ્યા, ડોક્ટર સબંધિત માહિતી ,તબીબી રેકોર્ડ, નિદાન, લેબ રિપોર્ટ જેવી તમામ માહિતી આ કાર્ડ સાથે સંલગ્ન તેમજ આ કાર્ડ સાથે વીમા કંપનીઓને લિંક જેવી વિશેષ સુવિધાઓ આ આભા કાર્ડમાં મળે.
સિહોરની પ્રજાને લાભ મળે એવા આશય સાથે સિહોરની સેવાભાવી સંસ્થા યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા સિહોર વડલા ચોક ખાતે નિઃશુલ્ક નોંધણી કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિહોરના શહેરી તેમજ ગ્રામજનોએ લાભ લીધો હતો.