Connect with us

Sihor

સિહોરના ઘાંઘળી નજીક આવેલ કે.બી ઇસપાત ખાતે લોખંડના ભંગારમાં લાગી આગ – ફાયર વિભાગ ઘટના સ્થળે

Published

on

A fire broke out in an iron scrap at KB Ispat near Ghangli, Sihore - Fire Department at the scene

પવાર

મોડી સાંજે આગનો બનાવ….

સિહોરના ઘાંઘળી ગામ નજીક આવેલ કે.બી ઇસપાત કંપનીના લોખંડના ભંગારમાં તીખારા ઉડતા આગ લાગી જવા પામી હતી. આગની જાણ સિહોર ફાયર વિભાગને કરતા ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગ ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લાવવા પાણીનો મારો ચલાવ્યો હતો.

ફેકટરીમાં લોખંડ ગાળવાની ભઠ્ઠીમાં ચાલુ કામ સમયે તીખારા ઉડતા આગ લાગી જવા પામી હતી. આગને કાબુમાં મેળવવા માટે ત્રણ પાણીના ટાંકા પણ મંગાવવા માં આવેલ હતા. સમગ્ર ઘટનાની માહિતી ફાયર વિભાગના ધર્મેન્દ્ર ચાવડા દ્વારા આપવામાં આવેલ. સદભાગ્યે હાલમાં કોઈ જાનહાની થવા પામેલ નથી

error: Content is protected !!