Sihor
સિહોર મોર્ડન સ્કૂલમાં ફાયર વિશે જાગૃતિની ટ્રેનિંગ યોજાઈ

પવાર
સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલમાં ફાયર વિશે જાગૃતિ ની ટ્રેનિંગ યોજાઈ ગઈ જેમાં શાળા ના આચાર્ય મોરી શાળાના શિક્ષકો, શાળાનો સ્ટાફ તેમજ મોટા પ્રમાણમાં વિધાર્થીઓ જોડાયા હતા. અચાનક આગ લાગે છે તો તેને પહોંચી વળવા શું કરવું,શું ના કરવું વગેરે બધી જ માહિતી ફાયર ઓફીસર કૌશિકભાઈ રાજ્યગુરૂ તેમજ તેના સ્ટાફ ભાવિનભાઈ, રાજુભાઈ, પ્રતીકભાઈ દ્વારા આપવામાં આવી.
બાળકો ને સમજાવવામાં આવ્યું કે સુરત માં તક્ષશિલા બિલ્ડિંગ માં અચાનક આગ લાગતાં જે મોટી દુર્ઘટના થયેલ હતી તે ભવિષ્યમાં ક્યારેક થાય નહી અને અચાનક થાય છે તો તેને કેમ પહોંચી વળવું.સ્ટાફ ને લાઇવ ડેમો પણ આપવામાં આવ્યો.સાથે સાથે ફાયર ટેન્ડર દેખાડી તેના વિશે સમજાવવામાં આવ્યું હતું