Sihor
સિહોર મામલતદાર ઓફિસ દ્વારા મધ્યાહન ભોજન સંચાલકોની વાનગી સ્પર્ધા યોજાઈ ગઈ.
પવાર
આજ રોજ પી.એમ પોષણ યોજના અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીએ આ વર્ષને ધાન્ય વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલ હોય સિહોરના વહીવટી તંત્ર એટલે કે મધ્યાહન ભોજન શાખા દ્વારા મધ્યાહન ભોજન સંચાલકોની વાનગી સ્પર્ધાનું આયોજન તરશિંગડા પ્રાથમિક શાળા ખાતે કરેલ જેમાં બાજરી, જુવાર, મકાઈ, ચોખા જેવા ધાન્ય પાકની અનેકવિધ વાનગીઓ સંચાલકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને એક તંદુરસ્ત સ્પર્ધા યોજાઈ હતી. પ્રાથમિક શાળાના બાળકોના પોષણ માટે મધ્યાહન ભોજન સંચાલકો પૌષ્ટિક આહાર પીરસતા જ હોય છે પણ વહીવટી તંત્ર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવા માટે સ્પર્ધાત્મક આયોજન કરેલ જેમા સણોસરા કે.વ શાળાના સંચાલક અશ્વિનભાઈ પ્રથમ નંબર, વરલ કે.વ શાળાના અનિરૂધ્ધસિંહ બીજો નંબર, નવાગામ (ક) શાળાના હર્ષાબેન દવે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ.
આ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા સિહોર મામલતદારશ્રી જે.એન દરબાર, નાયબ મામલતદાર શ્રીમતી એચ.જી ગોહિલ, બી.બી પરમાર ,શિક્ષક સંઘ ના રાજેન્દ્ર સિંહ સોલંકી,તેમજ ભરતભાઈ વાઘેલા “કવિ”અને શિક્ષક સ્ટાફ હાજર રહેલ તેમજ નિર્ણાયક તરીકેની ભૂમિકા પણ નિભાવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મધ્યાહન ભોજન શાખાના દિલીપભાઈ કાપડી અને શ્રધ્ધાબહેને જહેમત ઉઠાવી હતી, આ તકે યજમાન શાળાના આચાર્ય નિલેશભાઈ અને તેમના સ્ટાફ દ્વારા ઉમદા સહયોગ મળ્યો હતો.