Sihor
સિહોર પ્રગટેશ્વર ઢાળમાં એક જર્જરિત મકાન ધરાશાયી ; સદનસીબે જાનહાની નહિ

બુધેલીયા
સિહોરમાં દિવસભર ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે એક જુનુ અને જર્જરિત મકાન ધરાશાયી થયુ હતું. પ્રગટેશ્વર ઢાળમાં આવેલ એક મકાન તૂટી પડ્યું હતું. જોકે જાનહાનિ થઈ નથી. ભરબજારમાં મકાન ધરાશાયી થતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય બજાર પ્રગટેશ્વર ઢાળમાં આવેલ એવન જનરલ સ્ટોરની નજીક રહેતા નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કિરણભાઈ ઘેલડાના ઘર ની ડેલીને અંદર આવેલ રાજુભાઈ ખત્રી નામના વ્યક્તિનું મકાન ધરાશાઇ થયું હતું.
કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલા નગરપાલિકા તંત્રને કરાઈ હતો નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદભાઈ રાણા ભાવેશભાઈ મલુકા નરસિંહભાઈ મોન્ટુ ભાઈ રાજપુત વગેરે ઘટના સ્થળે પહોંચીને અન્ય કોઈ જાનહાની ન સર્જાઈ તેની તાકીદ કરી હતી શહેરમાં આ પ્રકારના જર્જરિત મકાનો ઉતારી લેવા જોઈએ તેવી માંગણી પણ ઉઠી છે.