Connect with us

Sihor

સિહોરના સાગવાડીમાં બાળલગ્ન મામલે પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો

Published

on

A crime has been registered against five in the matter of child marriage in Sagwadi of Sihore

પવાર

  • એક માસ પહેલા થયેલ બાળલગ્ન મામલે સમાજ સુરક્ષા અધિકારીએ કરી કાર્યવાહી

સિહોરના સાગવાડીમાં એક માસ પહેલા થયેલ બાળલગ્ન મામલે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ વર-કન્યાનાં માતાપિતા અને લગ્ન વિધિ કરાવનાર પંડિત વિરુદ્ધ બાળ લગ્ન પ્રતિબંધ ધારાની કલમ હેઠળ શિહોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સિહોરના સાગવાડી ખાતે ગત તા. ૨૬/૧/૨૦૨૩ ના રોજ સાગવાડીના બાવુબેન અને હમીરભાઈ રાણાભાઇની દીકરી ( જન્મ તા.૨૩/૧૨/૨૦૧૦ ) અને જાંબળાના રેખાબેન અને સાજણભાઈ વાઘાભાઈ સાસલાના પુત્ર ( જન્મ તા.૧૦/૦૮/૨૦૧૦ ) ના લગ્ન થયા હતા.

A crime has been registered against five in the matter of child marriage in Sagwadi of Sihore

આ લગ્ન અંગે ગોપાલભાઈ દેહુરભાઈ સાસલા દ્વારા સોશ્યલ મીડિયા મારફત લોકજાગૃતિ અંગે ફોટો,વિડિઓ અપલોડ કરવામાં આવ્યા હતા. આ બાબતની જાણ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારી એમ.આર જાંબુચાને થતા તેમણે આ બાળ લગ્ન અંગે જરૂરી તપાસ કરાવી હતી અને તેમાં તથ્ય જણાતા તેમણે બાળ લગ્ન કરનાર વર કન્યા ના માતા પિતા અને લગ્નની વિધિ કરાવનાર પંડિત વિરુદ્ધ બાળ લગ્ન પ્રતિબંધ ધારાની કલમ ૯,૧૦,૧૧ હેઠળ સિહોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

error: Content is protected !!