Sihor
સિહોર પંથકમાં થયેલ બાળલગ્ન મામલે ૧૧ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો – ભારે ચકચાર
પવાર
સમગ્ર ઘટના સોશ્યલ મીડિયામાં વાઇરલ બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જરૂરી તપાસ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરી
સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત જાન્યુઆરી માસ દરમિયાન થયેલ બાળ લગ્ન મામલે ભાવનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ તપાસ કર્યા બાદ બાળ લગ્ન કરાવનાર માતા પિતા તેમજ લગ્ન કરાવનાર ગોર મહારાજ મળી કુલ ૧૧ વ્યક્તિ વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
સિહોર તાલુકાના જાંબાળા, ગુંદાળા, અગિયાળી અને સાગવાડી ગામના પરિવારો દ્વારા ગત. તા ૨૫/૧/૨૦૨૩ ના રોજ તેમના સગીર સંતાનોના પરસ્પર બાળ લગ્ન કરાવ્યા હતા એક સાથે ત્રણ બાળ લગ્ન થયાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ આ અંગે જરૂરી તપાસ કરવતા બાળલગ્ન થયા હોવાનું પ્રતીત થયું હતું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ કન્યા અને કુંવર સગીર હોવાનું જાણવા છતાં તેમના બાળ લગ્ન કરાવનાર વાલીઓ હીરાભાઇ વાઘાભાઇ સાસલા અને વજુબેન હીરાભાઈ સાસલા રહે બંને અગીયાળી, રમેશભાઈ કાળાભાઈ અલગોતર અને જ્યાબેન રમેશભાઈ આલગોતર રહે બંને ગુંદાળા , હરિભાઇ વાઘાભાઈ બાબરીયા અને કંકુબેન હરિભાઈ બાબરીયા રહે બંને અગિયાળી, સાજણભાઈ વાઘાભાઈ સાસલા અને રેખાબેન સાજણભાઇ સાસલા રહે, બંને જાંબાળા , પોપટભાઇ રાણાભાઇ મેર અને જ્યાબેન પોપટભાઇ મેર રહે બંને સાગવાડી સિહોર અને લગ્નની વિધિ કરાવનાર ગોર મહારાજ વિરુદ્ધ બાળ લગ્ન પ્રતિબંધ કાયદાની કલમ ૯,૧૦ અને ૧૧ મુજબ ગુનો દાખલ કરાવતા સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .