Bhavnagar
ભાવનગર માધવહીલ દુર્ઘટનાને લઈને કૉંગ્રેસ દ્વારા કમિશનર ને આવેદન પાઠવાયું

કુવાડીયા
- કોંગ્રેસે રામધૂન બોલાવી, સૂત્રચાર કર્યા, મૃતક મહિલા માટે આર્થિક સહાયની માંગ કરી
ભાવનગર શહેર માં માધવહીલ બહુમાળી બિલ્ડીંગ માં ગઈકાલે બે માળની ગેલેરી ધરાશાઈ થઈ હતી જેની ઝપટમાં બેન્ક સહિત દસ થી પંદર દુકાનો આવી હતી અને 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થાય હતા જ્યારે ઘટનાને લઈને ફાયર વિભાગ દ્વારા બેંકમાં ફસાયેલા લોકો સહિત ત્રીસ થી વધુ લોકો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં એક મજૂર મહિલા નું મૃત્યુ થયું હતું જેને લઈને ભાવનગર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તમામ હોદેદારો અને કાર્યકર્તા ને સાથે રાખી ને કમિશનર ને આવેદન પાઠવવામાં આવ્યું હતું
જોકે મેયર ને આવેદન આપવા જતા મેયર હાજર નહિ હોવાથી તેમની ચેમ્બર બહાર રામધૂન બોલાવી ને દરવાજે આવેદન લગાવ્યું હતી ત્યાર બાદ ડેપ્યુટી કમિશનર ને આવેદન પાઠવી ભાવનગર શહેર માં તમામ જર્જરિત બિલ્ડીંગ નો સર્વે કરી તાત્કાલિક બિલ્ડીંગ ખાલીકરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ માધવહીલ ઘટનામાં ઇજાગ્રસ્ત ને સહાય અને મૃતક હંસાબેના પરિવાર મેં આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી