Connect with us

Gujarat

પેન્ડલ માર્યા વગર દોડે તેવી સાયકલ બનાવી ધોરણ 12ના વિદ્યાર્થીએ, આ ટેક્નોલોજીનો કર્યો ઉપયોગ

Published

on

A class 12 student made a bicycle that runs without pedaling, using this technology

અત્યારે ઇનોવેશન અને સ્ટાર્ટઅપનો જમાનો ચાલી રહ્યો છે. એવામાં વડોદરા શહેરના ઝેનિત સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો શાહ નિલ કે જેણે સોલર સાઇકલનું નિર્માણ કર્યું છે. વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ, તથા પર્યાવરણની ઘણી બધી સમસ્યાઓને લઈને નિલને આ વિચાર આવ્યો છે.

સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સાયકલ બનાવી

17 વર્ષીય શાહ નીલે જણાવ્યું હતું કે, રોજિંદા જીવનમાં અવરજવર માટે આપણે વાહનનો ઉપયોગ સૌથી વધારે કરતા હોઈએ છે. જેથી કરીને પેટ્રોલ ડીઝલનો સૌથી વધુ ખર્ચ થતો હોય છે. અત્યારની મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ સાયકલ બનાવી છે. આ સાયકલ મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કારણ કે આજકાલ ઇ-વાહનો પણ ઘણા મોંઘા મળી રહ્યા છે.

A class 12 student made a bicycle that runs without pedaling, using this technology

વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે પ્રાથમિક ધોરણોમાં હતો ત્યારે સમાજ અને વિજ્ઞાન જેવા વિષયો ભણવામાં આવતા. પર્યાવરણ અને તેની સમસ્યાઓ વિશે પણ ઘણું ભણ્યું છે. ત્યારે મને જિજ્ઞાસા હતી કે આપણા જે કુદરતી સ્ત્રોતો છે સૂર્ય, પવન, પાણી, આ તમામનો ઉપયોગ કરીને કંઈક વસ્તુ બને ખરી !!

સૌથી પહેલો વિચાર મને સૂર્યનો આયો, કે સૂર્ય હંમેશા રહેશે તો એની ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. ત્યારબાદ મેં મારા શાળાના શિક્ષક અને એન્જિનિયર, ગેરેજવાળા બધાની મુલાકાત લીધી અને મારો વિચાર પ્રદર્શિત કર્યો. બધાના સાથ સહકારથી એક મહિનામાં મેં આ સાયકલ તૈયાર કરી. આ બધો શ્રેય નિલ એના પિતાજી અને શાળાના શિક્ષક સંતોષ કૌશિકને આપી રહ્યો છે.

Advertisement

સાયકલમાં 10 વોલ્ટની સોલાર પ્લેટ લગાવી

સાયકલ પર અત્યારે 10 વોલ્ટની સોલાર પ્લેટ લગાવી છે. આ સાયકલ 10 થી 15 કિલોમીટર ચાલી શકે એટલી ક્ષમતા ધરાવે છે તથા 25 થી 30 કિમીની સ્પીડ ધરાવે છે. આમાં હજી ઘણા ફેરફાર કરવામાં આવશે. જેથી 100 કિલોમીટર ચાલી શકે એટલી ક્ષમતા વાળી સાયકલ ભવિષ્યમાં તૈયાર થશે.

error: Content is protected !!