Sihor
સિહોર એજ્યુકેશન સોસાયટીમાં અભ્યાસ કરતા બાળક વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે ; અશ્વિનભાઈ ગોરડીયા
મિલન કુવાડિયા
- સિહોર ધ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ ડી મુનિ હાઇસ્કૂલના ૧૦૦ વર્ષ પૂર્ણતાના આરે – ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાશે ; શતાબ્દી મહોત્સવને લઈ માનદ મંત્રી અશ્વિનભાઈ ગોરડીયા અને ધનવંતભાઈ શાહે વિગતો આપી
સિહોર એજ્યુકેશન સોસાયટીના ૧૦૦ વર્ષ પૂર્ણતાના આરે છે ત્યારે માનદ મંત્રી અશ્વિનભાઈ ગોરડીયા અને ધનવંતભાઈ શાહે જણાવ્યું છે કે, શિક્ષણના યજ્ઞ થકી સમાજસેવાનું શ્રેષ્ઠત્તમ કાર્ય થઈ રહ્યું છે આપણા સૌની ફરજ છે સર્વશ્રેષ્ઠ વિકાસ માટે શિક્ષણક્ષેત્રે નવીન પ્રયોગ કરી સર્વશ્રેષ્ઠ શિક્ષણ માટે પ્રયાસ શરૂ કર્યા છે. નવતર અભિગમ થકી ઉચ્ચ ગુણવત્તયુક્ત શિક્ષણ આપવાનું આયોજન થઈ રહ્યું છે દરેક વિધાર્થી ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ બને તે માટેના અમારા સતત પ્રયાસો રહ્યા છે સિહોર એલડીમુનિ હાઈસ્કૂલ ખાતે શતાબ્દી મહોત્સવ સારસ્વતેયમ્ ને લઈ ૧૦૦ વર્ષ થવા જઈ રહ્યાં છે ત્યારે શતાબ્દી મહોત્સવ જયંતિ ઉજવવાની તૈયારી શરૂ કરવામાં આવી રહીં છે
ત્યારે શહેરના શ્રેષ્ઠીઓ, દાતાઓ,વિવિધ સામાજીક સંસ્થાઓ,તેમજ સાંસદ ભારતીબેન શિયાળ ની ગ્રાન્ટ તેમજ આ સ્કૂલમાં ભણીને આગળ વધેલા વિદ્યાર્થીઓને ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે ત્યારે દાનની સરવાણી શરુ થઇ ગઇ છે અને સ્કૂલમાં જરૂરિયાત મુજબનું રીનોવેશન તેમજ બાંધકામ પણ શરૂ થઇ ગયુ છે. અહીં અભ્યાસ અર્થે આવતા સિહોર તાલુકાના વિદ્યાર્થીઓ આખા વર્ષની ૧૨૦૦ રૂપિયા જેવી સામાન્ય ફીમાં અભ્યાસ કરી રહ્યાં છે તેમજ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે આવતી દીકરીઓની ફી લેવામાં આવતી નથી.
સરકાર માત્ર શિક્ષકોનો પગાર જ ચૂકવે છે જ્યારે અન્ય બીજો ખર્ચ દાતાઓ, મહાનુભાવો, શ્રેષ્ઠીઓ અને સંસ્થા તમામ ખર્ચ ભોગવે છે. શિક્ષણ એ દરેક લોકોનું અંગભૂત અંગ છે શિક્ષણ વિના કશું ઉપલબ્ધ નથી ત્યારે છેલ્લા સો વર્ષથી સામાન્ય ફી માં શિક્ષણ આપતી એક માત્ર સંસ્થા એટલે ધ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ. ડી. મુનિ હાઇસ્કુલ છે જેના આજકાલ કરતાં સો વર્ષ પુર્ણ થવા જઈ રહ્યાં છે તેના ભાગ રૂપે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.જે અંગે ની સંસ્થાના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા તેમજ ધનવંતભાઈ શાહ દ્વારા વિગતવાર સાથે વિસ્તૃત માહિતીઓ આપી હતી